દાહોદની કૃષિ ઈજનેરી પોલીટેકનિક ખાતે “સેવા સંકલ્પ અભિયાન–2026” ની ઉજવણી: વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ લીધા રાષ્ટ્રસેવાના શપથ
0 0

Read Time:1 Minute, 48 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ,આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ ઈજનેરી પોલીટેકનિક, દાહોદ ખાતે “સેવા સંકલ્પ અભિયાન–2026” અંતર્ગત સેવા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને પ્રોત્સાહિત કરતો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સેવાભાવ, સામાજિક ઉત્તરદાયિત્વ, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજની ભાવના મજબૂત કરવાનો હતો. ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપતાં જણાવવામાં આવ્યું હતું કે, સેવા એ માત્ર મદદ નથી પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અગત્યની જવાબદારી છે.આ પ્રસંગે કૃષિ ઈજનેરી પોલીટેકનિકના પ્રિન્સિપાલ ડૉ. એફ. જી. સૈયદ, એન.એસ.એસ. (NSS) ના આર. વી. ભાભોર, એન. ડી. પંડ્યા, એચ. આર. પરમાર અને ડૉ. કે. એલ. ડાભી સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામએ “સેવાનો સંકલ્પ, સમાજનો વિકાસ અને રાષ્ટ્રની પ્રગતિ” ના સંદેશ સાથે સમાજ અને રાષ્ટ્રના હિતમાં નિષ્ઠાપૂર્વક સેવા આપવાના શપથ ગ્રહણ કર્યા હતા.

દાહોદની કૃષિ ઈજનેરી પોલીટેકનિક ખાતે “સેવા સંકલ્પ અભિયાન–2026” ની ઉજવણી: વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ લીધા રાષ્ટ્રસેવાના શપથ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં યોજાયેલી કુટીર જ્યોતિ યોજના અંગેની બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઈ
0 0

Read Time:2 Minute, 3 Second

Nilu Dodiyar / Dahod Live

કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં યોજાયેલી કુટીર જ્યોતિ યોજના અંગેની બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઈ

કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં યોજાયેલી કુટીર જ્યોતિ યોજના અંગેની બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઈદાહોદ, તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬: દાહોદ જિલ્લામાં કુટીર જ્યોતિ યોજના અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે આજે જિલ્લા સેવા સદન, છાપરી-દાહોદ ખાતે જિલ્લા કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ જિલ્લામાં થયેલી કામગીરી, લાભાર્થીઓને મળતી વીજ જોડાણ સહિતની સુવિધાઓ તથા યોજનાના અમલીકરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, દાહોદ પ્રાંત અધિકારીશ્રી તેમજ MGVCLના કાર્યપાલક ઇજનેરશ્રી અને નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ સહિત સંબંધિત અન્ય અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમ થકી તાલુકા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને કુટીર જ્યોતિ યોજનાના અમલીકરણમાં જરૂરી સંકલન જાળવી, પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ સમયસર પહોંચે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. એ સાથે દૂધ સંજીવની યોજના અંગે પણ સમીક્ષા કરી યોજનાની પ્રગતિની નિયમિત સમીક્ષા કરવા પર ભાર મુક્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જાંબુવા પીએચસીના ગાંગરડા સબ સેન્ટર ખાતે પોર્ટેબલ એક્સ-રે દ્વારા 151 લોકોની ટીબી તપાસ
0 0

Read Time:2 Minute, 54 Second

Nilu Dodiyar / Dahod Live

100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જાંબુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગાંગરડા સબ સેન્ટર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટીબીના શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ કરી સમયસર તપાસ અને સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી પોર્ટેબલ એક્સ-રે મશીનની મદદથી સ્થળ પર જ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી.કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 151 લોકોના છાતીના એક્સ-રે કરી ટીબી અંગેની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત લાભાર્થીઓની વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.આ સાથે PM-JAY ડ્રાઇવ અંતર્ગત કુલ 38 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેથી લાભાર્થીઓને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે.આ કેમ્પની મુલાકાત જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડિયા દ્વારા લેવામાં આવી હતી. તેમણે પોર્ટેબલ એક્સ-રે કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પની કામગીરીમાં મેડિકલ ઓફિસર, પીએચસી સુપરવાઇઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), આશા ફેસિલિટેટર તથા આશા બહેનોએ સક્રિય સહયોગ આપ્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં પોર્ટેબલ એક્સ-રે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને ટીબીના સંભવિત કેસોની વહેલી ઓળખ, સમયસર નિદાન અને સારવાર સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ “ટીબી મુક્ત ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહી છે.

જાંબુવા પીએચસીના ગાંગરડા સબ સેન્ટર ખાતે પોર્ટેબલ એક્સ-રે દ્વારા 151 લોકોની ટીબી તપાસ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક ૧ હેઠળ આવતી ગુલબાર -7 આંગણવાડી કેન્દ્ર નું કરાયું લોકાર્પણ
0 0

Read Time:1 Minute, 30 Second

Nilu Dodiyar /Dahod Live

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક ૧ હેઠળ આવતી ગુલબાર -7 આંગણવાડી કેન્દ્ર નું આજે તાલુકા પંચાયતના સભ્યશ્રી ,સરપંચશ્રી તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના નાના ભૂલકાંઓ તેમના વાલીઓ અને સગર્ભા ધાત્રી હાજર રહ્યાં હતા.આ આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડી આજે ગામના બાળકો ને પ્રાપ્ત થઈ છે. બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ ને વેગ મળશે તેમજ પૂરક પોષણ અને આરોગ્ય સેવાઓનું સુચારુ રૂપે અમલીકરણ થઈ શકશે. આમ, આ આંગણવાડી થકી બાળકોના સર્વાંગી વિકાસનો પાયો વિકસસે. આ પ્રસંગે આંગણ મિલન સેવા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત લાભાર્થીઓમાં THR વિતરણ કરવામાં આવ્યું તેમજ સગર્ભા, ધાત્રી કિશોરીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો સંદેશ આપવામાં આવ્યો, બાળકોમાં ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્વસ્થ બાળકોને ચિત્રપોથી તેમજ કલર ની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક ૧ હેઠળ આવતી ગુલબાર -7 આંગણવાડી કેન્દ્ર નું કરાયું લોકાર્પણ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગરબાડા તાલુકાના ભીલવા-૨ આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું
0 0

Read Time:1 Minute, 23 Second

Nilu Dodiyad / Dahod Live

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા ઘટક-૧ હેઠળ આવતી ભીલવા-૨ આંગણવાડી કેન્દ્રના નવીન મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જમીનદાતાશ્રી, ગરબાડા ઘટક-૧ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.નવીન આંગણવાડી કેન્દ્રના નિર્માણથી ગામના બાળકોને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણ અને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સુવિધા ઉપલબ્ધ થશે. આ કેન્દ્ર બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આંગણવાડી કેન્દ્રના નિર્માણથી સ્થાનિક બાળકો તેમજ તેમના વાલીઓને વધુ સારી સુવિધાઓ મળી રહેશે અને બાળ વિકાસની કામગીરીને વધુ વેગ મળશે.

ગરબાડા તાલુકાના ભીલવા-૨ આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દેવગઢ બારીયાના અંતરિયાળ ફાંગીયા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
0 0

Read Time:1 Minute, 32 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ફાંગીયા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થળ પર જ વિવિધ સેવાઓ માટેની અરજીઓ સ્વીકારી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સરકારની સેવાઓ સરળતાથી તથા પારદર્શક રીતે મળી રહે તે માટે વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે દેવગઢ બારીયા પ્રાંત અધિકારીશ્રી, દેવગઢ બારીયા મામલતદારશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો-લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવગઢ બારીયાના અંતરિયાળ ફાંગીયા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
0 0

Read Time:2 Minute, 1 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ જિલ્લાના ગલાલિયાવાડ પ્રાથમિક શાળા,દાહોદ ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ અરજીઓ અને રજૂઆતો સ્વીકારી જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ સાથે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ કાર્યક્રમની મુલાકાત લઈ વિવિધ વિભાગોના સ્ટોલની કામગીરીની જાણકારી મેળવી હતી તેમજ ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ કરી તેમને મળતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, દાહોદ મામલતદારશ્રી પ્રદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, શાળા સ્ટાફ, સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ, ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ટોપર્સ સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો સંવાદ યોજાયો
0 0

Read Time:3 Minute, 29 Second

Nilu Dodiyar / Dahod Live

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસમાં સફળતા મેળવવા તેમજ ઇજનેરી ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી સંસ્થાના શૈક્ષણિક ક્ષેત્રના ટોચના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સંસ્થાના શૈક્ષણિક ક્ષેત્રના ટોચના વિદ્યાર્થીઓ ઋત્વી મેહતા, માનસી મિશ્રા અને પિંકી બાઇસ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. તેમણે પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મેળવવા માટે સાતત્યપૂર્ણ અભ્યાસ, નિયમિત વાંચન, સંવાદ કૌશલ્ય, ટીમમાં કાર્ય કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ** જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત **ઝેનબ ખરોદાવાલા, સબા સૈયદ, અન્સ યાદવ અને સોહમ બિંદ** દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સતત અભ્યાસ, નિયમિત પુનરાવર્તન તેમજ ભવિષ્યમાં જરૂરી **રોજગારલક્ષી કૌશલ્યો અને કારકિર્દી વિકાસ** અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ટોપર્સ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે ઇજનેરી અભ્યાસમાં માત્ર સારા ગુણ મેળવવા પૂરતું નથી. આજના સ્પર્ધાત્મક યુગમાં **વિષયલક્ષી કૌશલ્ય, સંવાદ કૌશલ્ય, કૃત્રિમ બુદ્ધિમત્તા (એ.આઈ.) અને નવી ટેક્નોલોજીનું જ્ઞાન, ટીમમાં કાર્ય કરવાની ક્ષમતા, પ્રમાણિકતા, સારો વ્યવહાર અને સકારાત્મક અભિગમ જેવા ગુણો પણ સફળ કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં જણાવાયું કે “માર્ક્સ જ જીવનમાં બધું નથી; યોગ્ય કૌશલ્ય, જ્ઞાન અને સકારાત્મક અભિગમ દ્વારા જીવનમાં વધુ સારી તકો પ્રાપ્ત કરી શકાય છે.” સાથે જ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પોતાની તકનીકી તથા વ્યવહારુ કૌશલ્ય વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટોપર્સ સાથે પોતાના અભ્યાસ, પરીક્ષા તથા કારકિર્દી સંબંધિત પ્રશ્નો અંગે સંવાદ કર્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સંસ્થાના સફળ વિદ્યાર્થીઓના અનુભવોમાંથી શીખવાની તક પૂરી પાડવાનો તથા તેમને “સમજદારીપૂર્વક અભ્યાસ કરો, સાતત્ય જાળવો અને ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યો વિકસાવો” માટે પ્રેરિત કરવાનો હતો.

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ટોપર્સ સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો સંવાદ યોજાયો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદ ખાતે NSS ના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
0 0

Read Time:1 Minute, 51 Second

Nili Dodiyar / Dahod Live

જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદ ખાતે NSS ના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

દાહોદ,જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા NSS ના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મૌલિકભાઈ શ્રોત્રિયના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ તમામ સ્વયંસેવકોએ એકસૂરે NSS ધ્યેયગીતનું સામુહિક ગાન કર્યું હતું. ઉજવણીના ભાગરૂપે સ્વયંસેવકો દ્વારા”સેવા સંકલ્પ: પ્લાસ્ટિક મુક્ત ભારત” વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પર્યાવરણ જતન અને પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવા અંગે જાગરૂકતા ફેલાવાઈ હતી.આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને સંગઠનની ભાવના ખીલે તે માટે વ્યક્તિત્વ વિકાસની વિવિધ રમતો રમાડવામાં આવી હતી. સાથે જ વર્તમાન સમયના સાપ્રત વિષય “ટેકનોલોજી શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં” પર એક રસપ્રદ અને સંવાદત્મક ચર્ચાસત્રનું આયોજન પણ કરાયું હતું.આ પ્રસંગે શ્રી એ. એમ. વોરા, ડૉ. બી. આર. પરમાર, ડૉ. પ્રીતિ બારીયા, શ્રી અશ્વિન બારીયા, ડૉ. મિતેશ પંચાલ તેમજ કોલેજના ૯૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

“સેવા સંકલ્પ અભિયાન- સ્વચ્છતા એ જ સેવા- ૨૦૨૬
1 0

Read Time:2 Minute, 47 Second

Nilu Dodiyar / Dahod Live

વિશ્રામગૃહ દાહોદ જિલ્લા સેવા સદન દાહોદ માર્ગ અને મકાન વિભાગ ની કચેરી દાહોદ,ઝાલોદ વિશ્રામ ગૃહ, લીમખેડા વિશ્રામગૃહ અને લીમખેડા માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું

દાહોદ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા થી રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશ સહિત જિલ્લામાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત “સેવા મારું યોગદાન” ની ૨૫ પ્રવૃત્તિઓ પૈકી સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત આજરોજ દાહોદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લા સેવા સદન દાહોદ,માર્ગ અને મકાન વિભાગની કચેરી દાહોદ, વિશ્રામ ગૃહ દાહોદ,વિશ્રામગૃહ લીમખેડા વિશ્રામગૃહ ઝાલોદ અને માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગની કચેરી લીમખેડા ખાતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની કચેરી દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન યોજાયું હતું.“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ની કચેરી દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ પરિસર જાળવવાના હેતુથી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત જિલ્લા સેવા સદન દાહોદ ઝાલોદ વિશ્રામગૃહ,માર્ગ અને મકાન વિભાગની કચેરી દાહોદ,વિશ્રામગૃહ દાહોદ,વિશ્રામ ગૃહ લીમખેડા અને માર્ગ અને મકાન વિભાગ પેટા કચેરી લોમખેડા ખાતે સમગ્ર પરિસર, કચેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. પરિસરમાં એકત્રિત થયેલ કચરો, બિનજરૂરી સામગ્રી તથા ઝાડ-ઝાંખરા દૂર કરી પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યુ હતું. “સ્વચ્છ પરિસર ના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારી સુ શ્રી હિમાનીબેન શાહ સહિત કચેરીના કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

“સેવા સંકલ્પ અભિયાન- સ્વચ્છતા એ જ સેવા- ૨૦૨૬
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %