સ્વચ્છતા હિ સેવા” અભિયાન અંતર્ગત સુખસર ગ્રામ પંચાયત ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો
Views: 16
0 0

Read Time:1 Minute, 54 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

સ્વચ્છતા હિ સેવા” અભિયાન અંતર્ગત સુખસર ગ્રામ પંચાયત ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો

રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારા સહિતના મહાનુભાવોએ સામુહિક શ્રમદાન કર્યું

સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરવા જોઈએ : મંત્રી શ્રી રમેશ કટારા

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લાના સુખસર ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારા સહિતના અધિકારીઓએ સામુહિક શ્રમદાન કર્યું હતું. આ તકે રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા મંત્રને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જન જન સુધી પહોચાડવા માટે સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કર્યું છે. જેના પરિણામે સ્વચ્છતાએ જીવનનો નિત્યક્રમ બન્યો છે. પૂજ્ય ગાંધીજી આપેલા સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરીએ તેમજ અન્યોને પણ અનુસરવા પ્રેરણારૂપ બનીએ એજ ગાંધીજીને ખરી શ્રદ્ધાંજલિ છે. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી,મામલતદાર શ્રી,તાલુકા વિકાસ અધિકારી શ્રી,અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર,તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકોએ સામુહિક શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશો પૂરો પાડ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %