વારાણસી થી વડનગર બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ભવ્ય આગમન
Views: 13
0 0

Read Time:2 Minute, 29 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

વારાણસી થી વડનગર બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ભવ્ય આગમન

ઝાલોદ,દાહોદ,વારાણસી થી વડનગર સુધી યોજાયેલી બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ઉમંગભેર આગમન થતાં સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા ઝાલોદ તાલુકાના ઠુઠી કંકાસીયા ગામે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા,નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.આર.પટેલ, પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,ઉદય ટીલાવત ,મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી,અગ્રણી સ્નેહલ ધરિયા, શંકર આમલીયાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઠુઠી કંકાસીયા બોર્ડર પરથી આગળ વધીને યાત્રા છાંછિયા ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા યાત્રાને ઉષ્માભેર વધાવી લેવામાં આવી હતી. ત્યારબાદ મહુડી ગામે ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરીને બાઇક રેલીનું સ્વાગત કરાયું હતું. ઝાલોદ શહેરમાં પ્રવેશતાની સાથે જ વાળાકતાલ હનુમાનજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ તેમજ હનુમાનજીની પૂજા-આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, યાત્રા દરમિયાન ઝાલોદ નગરમાં ભગવાન બિરસા મુંડા, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઝાલા વસૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %