ધાનપુરના લુખડિયા સ્થિત EMRS શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ યોજાઈ
0 0
Read Time:2 Minute, 6 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને વ્યવહારુ તાલીમ વ્યવહારુ તાલીમ આપવામાં આવી

દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડિયા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર (First Aid) વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્ર દરમિયાન શાળાના કુલ ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ તેમજ અચાનક આવી પડતી શારીરિક અકસ્માત કે બીમારીની સ્થિતિમાં કઈ રીતે તાત્કાલિક મદદ પહોંચાડવી તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ૧૦૮ અને આરોગ્ય ટીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટે પ્રાથમિક સારવારની વિવિધ તકનીકોનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) પ્રદર્શન કરીને તાલીમ આપવામાં આવી હતી. ઇમરજન્સી સમયે સમયસૂચકતા દાખવી ૧૦૮ સેવાનો તાત્કાલિક ઉપયોગ કેવી રીતે કરવો અને તબીબી સહાય પહોંચે ત્યાં સુધી ઇજાગ્રસ્તને કઈ રીતે મદદરૂપ થવું તે અંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાગૃત કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા ૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:1 Minute, 38 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ /દાહોદ લાઈવ

નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો

દાહોદ માં ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક-1 હેઠળ આવતી નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિજયભાઈ અમલીયારશ્રી તથા ઘટક-1ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને **THR (ટેક હોમ રેશન)**નું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર ખાતે સેવાભાવી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને કેળા તથા લાડુનું વિતરણ કરી તેમના આનંદમાં વધારો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ થકી આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલા બાળકો, લાભાર્થીઓ તથા મહિલાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ સેવાઓ અંગે પણ ઉપસ્થિત લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રેંટિયા ગામે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળો યોજાયો
0 0
Read Time:1 Minute, 45 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

રેંટિયા ગામે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળો યોજાયો

દાહોદ, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬: દાહોદ તાલુકાના રેંટિયા ગામે આજે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલકોને તેમના પશુઓના આરોગ્ય અંગે જરૂરી સારવાર અને માર્ગદર્શન સ્થાનિક સ્તરે મળી રહે તે હેતુથી યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ પશુપાલકો સાથે સંવાદ કરી પશુ આરોગ્યની જાળવણી તેમજ પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી દાહોદ, મામલતદારશ્રી દાહોદ, તાલુકા વિકાસ અધિકારીશ્રી દાહોદ, રેંટિયા ગામના સરપંચશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ પશુ આરોગ્ય મેળાથી રેંટિયા તથા આસપાસના વિસ્તારના પશુપાલકોને પશુ આરોગ્ય સંબંધિત સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મળી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
લીમખેડા તાલુકાના કથોળિયા ખાતે ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’ યોજાયો, ગ્રામજનોને સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો
0 0
Read Time:1 Minute, 45 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

લીમખેડા તાલુકાના કથોળિયા ખાતે ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’ યોજાયો, ગ્રામજનોને સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો

દાહોદ,ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે પહોંચાડવાના ઉદ્દેશ્યથી લીમખેડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કથોલિયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કથોલિયા, પોલીસીમાળ, ટૂંટાઘાટી, વલુંડી, ખડદા, ચાટકી, જાદા ખેરિયા, કંબોઈ અને ચિલાકોટા ગામના અરજદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાઓનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારી લાભોનું વિતરણ કરાયું હતું, ઉપરાંત   આધારકાર્ડ નોંધણી અને સુધારા, રેશનકાર્ડ ઈ-કેવાયસી, ઈ-ધરા અને એટીવીટી શાખાને લગતા દાખલાઓ જેવાં કે જાતિ અને આવકના પ્રમાણપત્રો સ્થળ પર જ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજ સુરક્ષા શાખાની યોજનાઓ (વૃદ્ધ તથા વિધવા સહાય), પી.એમ. કિસાન સન્માન નિધિ ઈ-કેવાયસી, આરોગ્ય સેવાઓ, બસ પાસ અને નમોશ્રી યોજના સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકા વહીવટી તંત્રના આ પ્રજાભિમુખ અભિગમથી ગ્રામજનોના સરકારી કામો સરળતાથી અને સ્થળ પર જ ઉકેલાતા સ્થાનિક લોકોમાં ભારે સંતોષની લાગણી જોવા મળી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
નશાબંધી સપ્તાહ – ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા લીમખેડાની નાની વાવ પ્રાથમિક શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:2 Minute, 2 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

દાહોદસામાજિક જાગૃતિ લાવવાના અને સ્વસ્થ સમાજ નિર્માણના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત નાની વાવ પ્રાથમિક શાળા ખાતે ‘નશાબંધી સપ્તાહ – ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા આયોજિત આ ‘નશાબંધી અને વ્યસનમુક્તિ’ જાગૃતિ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ ગ્રામજનો મળીને આશરે ૩૫૦ જેટલા લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ નશાના લીધે થતા શારીરિક, માનસિક અને આર્થિક દુષ્પરિણામો વિશે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકોમાં નાનપણથી જ વ્યસનમુક્તિ પ્રત્યે સંસ્કાર સીંચાય તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કળા દ્વારા વ્યસનમુક્તિનો સચોટ સંદેશ વહેતો કર્યો હતો. કાર્યક્રમના સમાપન સમયે ઉપસ્થિત તમામ ૩૫૦ સહભાગીઓએ પોતાના જીવનમાં ક્યારેય નશો ન કરવા અને સમાજમાંથી નશાની બદીને જડમૂળથી દૂર કરવા માટેના દ્રઢ સંકલ્પ સાથે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગ્રામીણ વિસ્તારમાં વ્યસનમુક્તિનો વ્યાપક સંદેશ પહોંચાડવા માટેનો આ પ્રશંસનીય પ્રયાસ ખૂબ સફળ રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
છાબ તળાવ, દાહોદ ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે લોકાર્પણ
0 0
Read Time:1 Minute, 57 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

છાબ તળાવ, દાહોદ ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે લોકાર્પણ

દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા તેમજ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખેત પેદાશોને યોગ્ય બજાર અને ગ્રાહકો સુધી સીધી પહોંચ મળી રહે તે હેતુસર છાબ તળાવ, દાહોદ ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્રના માધ્યમથી સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, કઠોળ, શાકભાજી, ફળો તથા અન્ય ખેત પેદાશોનું સીધું વેચાણ કરી શકાશે. જેના પરિણામે ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળવાની સાથે નાગરિકોને પણ ગુણવત્તાસભર અને પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા, રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઘટાડવા તથા જમીનની ફળદ્રુપતા જાળવવા અનુરોધ કર્યો હતો. સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોના વેચાણ માટે આવા કેન્દ્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
વારાણસી થી વડનગર બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ભવ્ય આગમન
0 0
Read Time:2 Minute, 29 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

વારાણસી થી વડનગર બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ભવ્ય આગમન

ઝાલોદ,દાહોદ,વારાણસી થી વડનગર સુધી યોજાયેલી બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ઉમંગભેર આગમન થતાં સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા ઝાલોદ તાલુકાના ઠુઠી કંકાસીયા ગામે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા,નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.આર.પટેલ, પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,ઉદય ટીલાવત ,મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી,અગ્રણી સ્નેહલ ધરિયા, શંકર આમલીયાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઠુઠી કંકાસીયા બોર્ડર પરથી આગળ વધીને યાત્રા છાંછિયા ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા યાત્રાને ઉષ્માભેર વધાવી લેવામાં આવી હતી. ત્યારબાદ મહુડી ગામે ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરીને બાઇક રેલીનું સ્વાગત કરાયું હતું. ઝાલોદ શહેરમાં પ્રવેશતાની સાથે જ વાળાકતાલ હનુમાનજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ તેમજ હનુમાનજીની પૂજા-આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, યાત્રા દરમિયાન ઝાલોદ નગરમાં ભગવાન બિરસા મુંડા, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઝાલા વસૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી દેવગઢ બારીયા ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ
0 0
Read Time:3 Minute, 48 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી દેવગઢ બારીયા ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ

મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી દેવગઢ બારીયા ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ

રાજ્યકક્ષાના મંત્રીશ્રી પી સી બરંડાના હસ્તે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાની મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ મંત્રીશ્રી પી સી બરંડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિને કક્ષાના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વર્ચુઅલી માધ્યમથી જોડાઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના ૧૦ ખેડૂતોને Best atma farmers award અને જિલ્લા કક્ષાના અને ૮૩ પ્રગતિશીલ ખેડૂતોને ૨૫૦૦૦હજારની રકમ સાથે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લાના ૦૪ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ અને તંદુરસ્ત દેશના નિર્માણ માટે લોકોને પ્રાકૃતિક ખેતીથી થયેલા ઉત્પાદનો મળી રહે તેવા આશય સાથે વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી પી સી બરંડાના એ કહ્યું કે, પહેલાનાં સમયમાં આપણા ખેડૂતો પરંપરાગત રીતે છાણીયા ખાતર દ્વારા ખેતી કરતા હતા ત્યારે તેઓ સારું અને તંદુરસ્ત જીવન જીવતા હતા. પરંતુ વર્ષો વીત્યા આધુનિકરણ આવ્યું આ સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો આજે રાસાયણિક ખાતર દવાના કારણે નાના બાળકો સહિત લોકોમાં નાના મોટા રોગ થવા લાગ્યા છે. જેથી દરેક નાગરિકોને વિનંતી કરું છું કે તમામ લોકો પ્રકૃતિક ખેતી કરો અને પોતે અને પોતાના પરિવાર સાથે દેશના તમામ નાગરિકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીએ. સાથે જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન છે તો  આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવીને વિકસિત ભારતમાં યોગદાન આપીએ. આ કાર્યક્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ગમાબેન મોહનીયા, જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ, ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ, પ્રાંત અધિકારીશ્રી દેવગઢ બારીયા, એપીએમસી ચેરમેનશ્રી દે બારીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી દેવગઢ બારીયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ , આત્મા પ્રોજેકટના ડાયરેકટરશ્રી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ , આગેવાનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %