સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રથમપુર ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પ યોજાયો
Views: 27
0 0

Read Time:1 Minute, 35 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રથમપુર ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના પ્રથમપુર ગામે આજરોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પશુપાલકોના પશુઓની તબીબી તપાસ કરવામાં આવી તેમજ જરૂરી સારવાર અને પશુ આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પશુઓમાં વિવિધ રોગોથી બચાવ, સમયસર રસીકરણ, પશુ પોષણ, સ્વચ્છતા તથા પશુપાલન અંગેની જરૂરી માહિતી પશુપાલકોને આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન પશુપાલકોને સરકારની પશુપાલન ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. પશુપાલકોને તેમના પશુધનની તંદુરસ્તી જાળવવા માટે નિયમિત પશુ ચિકિત્સકની સલાહ લેવા તથા સમયસર સારવાર કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને તેમના ગામ નજીક જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે દિશામાં આ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %