મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી દેવગઢ બારીયા ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ
Views: 46અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી દેવગઢ બારીયા ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ
રાજ્યકક્ષાના મંત્રીશ્રી પી સી બરંડાના હસ્તે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાની મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો પ્રારંભ મંત્રીશ્રી પી સી બરંડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિને કક્ષાના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વર્ચુઅલી માધ્યમથી જોડાઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના ૧૦ ખેડૂતોને Best atma farmers award અને જિલ્લા કક્ષાના અને ૮૩ પ્રગતિશીલ ખેડૂતોને ૨૫૦૦૦હજારની રકમ સાથે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લાના ૦૪ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ અને તંદુરસ્ત દેશના નિર્માણ માટે લોકોને પ્રાકૃતિક ખેતીથી થયેલા ઉત્પાદનો મળી રહે તેવા આશય સાથે વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી પી સી બરંડાના એ કહ્યું કે, પહેલાનાં સમયમાં આપણા ખેડૂતો પરંપરાગત રીતે છાણીયા ખાતર દ્વારા ખેતી કરતા હતા ત્યારે તેઓ સારું અને તંદુરસ્ત જીવન જીવતા હતા. પરંતુ વર્ષો વીત્યા આધુનિકરણ આવ્યું આ સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો આજે રાસાયણિક ખાતર દવાના કારણે નાના બાળકો સહિત લોકોમાં નાના મોટા રોગ થવા લાગ્યા છે. જેથી દરેક નાગરિકોને વિનંતી કરું છું કે તમામ લોકો પ્રકૃતિક ખેતી કરો અને પોતે અને પોતાના પરિવાર સાથે દેશના તમામ નાગરિકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીએ. સાથે જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન છે તો આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવીને વિકસિત ભારતમાં યોગદાન આપીએ. આ કાર્યક્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ગમાબેન મોહનીયા, જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ, ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ, પ્રાંત અધિકારીશ્રી દેવગઢ બારીયા, એપીએમસી ચેરમેનશ્રી દે બારીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી દેવગઢ બારીયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ , આત્મા પ્રોજેકટના ડાયરેકટરશ્રી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ , આગેવાનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.














