રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે કલેક્ટર કચેરીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
0 0
Read Time:2 Minute, 34 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે કલેક્ટર કચેરીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

કલેક્ટર પરિસર સાથે સમગ્ર જિલ્લામાં આવેલી મહેસૂલ તંત્રની કચેરીઓ અને તેના પ્રાંગણમાં પણ સફાઈ અભિયાન હાથ ધરાયું

દાહોદ: સમગ્ર દેશમાં તા.૦૨ ઓક્ટોબર, એટલે કે, ગાંધી જયંતિના અવસરે ‘સ્વચ્છતા હી સેવા’ ના મંત્ર થકી સ્વસ્થ અને સ્વચ્છ સમાજના નિર્માણના સંકલ્પ માટે સામૂહિક શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવે છે. અત્યારે રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે અને આજે રાષ્ટ્રપિતા એવા ગાંધીજીનો જન્મદિવસ પણ છે. તેવા સુભગ અવસરે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભિ ગૌતમના નેતૃત્વમાં જિલ્લા સેવા સદન, ખાતે મહેસૂલી વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કલેક્ટર પરિસર સાથે સમગ્ર જિલ્લામાં આવેલી મહેસૂલ તંત્રની કચેરીઓ અને તેના પ્રાંગણમાં પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. કલેક્ટરશ્રીએ પરિસરમાં સફાઈ કરી હતી. સફાઈની સાથે જ તેમણે પાથ-વે અને કચેરીના પરિસરની રોડસાઈડ પર ઉગી નીકળેલી વેલ અને ઝાડી-ઝાંખરા જેવાં અડચણો દૂર કરી પરિસરને સ્વચ્છ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું..આસપાસનું પરિસર સ્વચ્છ હશે તો બીમારીઓથી બચી શકાશે અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાશે તેવા સંકલ્પ સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ.રાવલ સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પોતાના શ્રમદાન થકી સમગ્ર કલેકટર પરિસરને ચોખ્ખું બનાવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર શ્રી સહિતના કર્મચારીઓએ સમગ્ર પરિસરમાંથી પ્લાસ્ટિકની બોટલો, વેફર્સ અને અન્ય પ્લાસ્ટિકના પડિકાઓ, સૂકા પાંદડાઓ, ઊગી નીકળેલી વેલ, પૂંઠા અને કાગળો સહિતનો નક્કામો કચરો એકત્ર કર્યો હતો.આમ, સમગ્ર જિલ્લામાં ઉત્સાહપૂર્વક મહેસૂલીતંત્ર પરિષરોની સાફ-સફાઈ થકી અધિકારીઓ-કર્મચારીઓએ ‘જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા’નો સંદેશ આપ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રથમપુર ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પ યોજાયો
0 0
Read Time:1 Minute, 35 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રથમપુર ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના પ્રથમપુર ગામે આજરોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પશુપાલકોના પશુઓની તબીબી તપાસ કરવામાં આવી તેમજ જરૂરી સારવાર અને પશુ આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પશુઓમાં વિવિધ રોગોથી બચાવ, સમયસર રસીકરણ, પશુ પોષણ, સ્વચ્છતા તથા પશુપાલન અંગેની જરૂરી માહિતી પશુપાલકોને આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન પશુપાલકોને સરકારની પશુપાલન ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. પશુપાલકોને તેમના પશુધનની તંદુરસ્તી જાળવવા માટે નિયમિત પશુ ચિકિત્સકની સલાહ લેવા તથા સમયસર સારવાર કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને તેમના ગામ નજીક જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે દિશામાં આ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સ્વચ્છતા હિ સેવા” અભિયાન અંતર્ગત સુખસર ગ્રામ પંચાયત ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:1 Minute, 54 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

સ્વચ્છતા હિ સેવા” અભિયાન અંતર્ગત સુખસર ગ્રામ પંચાયત ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો

રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારા સહિતના મહાનુભાવોએ સામુહિક શ્રમદાન કર્યું

સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરવા જોઈએ : મંત્રી શ્રી રમેશ કટારા

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લાના સુખસર ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારા સહિતના અધિકારીઓએ સામુહિક શ્રમદાન કર્યું હતું. આ તકે રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા મંત્રને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જન જન સુધી પહોચાડવા માટે સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કર્યું છે. જેના પરિણામે સ્વચ્છતાએ જીવનનો નિત્યક્રમ બન્યો છે. પૂજ્ય ગાંધીજી આપેલા સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરીએ તેમજ અન્યોને પણ અનુસરવા પ્રેરણારૂપ બનીએ એજ ગાંધીજીને ખરી શ્રદ્ધાંજલિ છે. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી,મામલતદાર શ્રી,તાલુકા વિકાસ અધિકારી શ્રી,અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર,તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકોએ સામુહિક શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશો પૂરો પાડ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સેવા સેતુ અંતર્ગત ધાનપુર તાલુકાના દુધામલી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન
0 0
Read Time:1 Minute, 34 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

સેવા સેતુ અંતર્ગત ધાનપુર તાલુકાના દુધામલી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગૌપૂજા કરીને કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, સરપંચશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશુ આરોગ્ય મેળા દરમિયાન પશુપાલકોને પશુઓના આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પશુઓની આરોગ્ય તપાસ અને જરૂરી સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેમના ગામ નજીક જ પશુ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય અને પશુધનની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો અને પશુપાલકોને વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ અંતર્ગત સેમિનાર યોજાયો
0 0
Read Time:2 Minute, 1 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ અંતર્ગત સેમિનાર યોજાયો

દાહોદ,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ વિષય પર વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બંને મહાનુભાવોના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જી.એલ.આર.એસ. અને મોડેલ સ્કૂલના આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રથમ સત્રમાં મુખ્ય વક્તા મુંબઈની હિન્દુજા કોલેજના આસિસ્ટંત પ્રોફેસર ડૉ. રશ્મિબેન મૌર્યએ ‘વિકસિત ભારતમાં વિદ્યાર્થીઓની ભૂમિકા’ વિષય પર વક્તવ્ય આપતાં વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી શીખવા, સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા અને મહાન નેતાઓના મૂલ્યો અપનાવી દેશના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. બીજા સત્રમાં જિલ્લા આયુર્વેદ અધિકારી અને ICDS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીરભાઈ જોષીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને કિશોરાવસ્થામાં પોષણ, સંતુલિત આહાર, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદના મીરાખેડીમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: ૫૦૦થી વધુ લોકો જોડાયા
0 0
Read Time:2 Minute, 17 Second

Anilsinh Kalusinh JadavMo. +91 94266 66648

દાહોદના મીરાખેડીમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: ૫૦૦થી વધુ લોકો જોડાયા

ગુરુ ગોવિંદ લીમડી,દાહોદ,દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના મીરાખેડી સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ વિષય પર એક વિસ્તૃત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો મળીને આશરે ૫૦૦ જેટલા સહભાગીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાંથી વ્યસનની બદી દૂર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવતી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ પ્રત્યે વિચારસરણી કેળવાય તે હેતુથી નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી શાંતિલાલ નીનામાએ ઉપસ્થિત સૌને વ્યસનમુક્ત જીવન શૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. નશાબંધી અધિક્ષક શ્રી જે. એસ. ચૌધરી તથા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. બી. ખાટાએ નશાના કારણે સ્વાસ્થ્ય અને સમાજ પર પડતી ગંભીર અસરો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના આચાર્યશ્રી કલસીંગભાઈ ભાભોર, મીરાખેડીના સરપંચશ્રી ભાનુબેન રાકેશભાઈ દેવધા સહિત શાળાનો સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરી સમાજમાં સકારાત્મક સંદેશ આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદના મીરાખેડીમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: ૫૦૦થી વધુ લોકો જોડાયા
0 0
Read Time:2 Minute, 16 Second

Anilsinh Kalusinh Jadav