ફતેપુરાના બારસલેડા ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
0 0
Read Time:2 Minute, 21 Second

Nilu Dodiyar / Dahod Live

સરકારી તમામ સેવાઓ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ છે. જેનો લાભ સૌ ગ્રામજનોએ લેવો જોઈએ-મંત્રીશ્રી રમેશભાઈ કટારાનાગરિકોની લાગણીઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા તેમજ પારદર્શી વહીવટના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે પ્રાથમિક શાળા ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભો સહેલાઈથી પહોંચે તે માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આ આયોજન કરાયું છે. મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીને લગતી સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ છે. મંત્રીશ્રીએ નાગરિકોને ઘરઆંગણે મળેલી આ સેવાનો લાભ લેવા અપીલ કરી હતી અને અધિકારીઓને તમામ અરજદારોના કામો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. સાથે જ તેમણે લાભાર્થીને વિવિધ લાભોના પ્રમાણપત્રો અને સાથે પોષણ કીટ વિતરણ વિતરણ કર્યું હતુંઆ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે ફતેપુરા મામલતદારશ્રી, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તલાટીશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફતેપુરાના બારસલેડા ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદમાં ગરબાડા તાલુકાના ભરસડા ખાતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:3 Minute, 59 Second

Nilu Dodiyar / Dahod

દાહોદમાં ગરબાડા તાલુકાના ભરસડા ખાતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયોવિવિધ સરકારી યોજનાઓનો લાભ અને સેવાઓ ગ્રામજનોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ

દાહોદ, તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા ગામે હિંગળાજ માતાજી મંદિરના પરિસરમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેમજ નાગરિકોને સરકારી સેવાઓ ઘરઆંગણે સરળતાથી ઉપલબ્ધ બને તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.ગરબાડા તાલુકા પંચાયત દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન ભાજપ પ્રમુખશ્રી સ્નેહલ ધરીયા, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ સહિત અન્ય મહાનુભાવો-પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ભરસડા, ગાંગરડી, દાદુર, ભે, મીનાક્યાર, ભૂતરડી, પાટીયાઝોલ, નવાવાઈ અને ચાંદલા સહિતનાં ગામોના નાગરિકોએ ભાગ લીધો હતો.સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી વિભાગો દ્વારા એક જ સ્થળે નાગરિકોને સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન તેમજ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ દરમિયાન આધારકાર્ડ સંબંધિત કામગીરી, રેશનકાર્ડને લગતી સેવાઓ, આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યલક્ષી સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ તથા અન્ય સરકારી યોજનાઓ અંગે નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સેવાસેતુ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વહીવટને વધુ પારદર્શક, સરળ અને લોકાભિમુખ બનાવી સરકારી સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે પહોંચાડવાનો છે. સાથે સાંસદશ્રીએ લાભાર્થીઓને લાભ વિતરણ કરી વિવિધ વિભાગીય સ્ટોલની મુલાકાત લઇ નિરીક્ષણ કરવા સાથે જરૂરી સૂચનાઓ આપી હતી.આ કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના એક જ સ્થળેથી જરૂરી સેવાઓ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.કાર્યક્રમમાં તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદ આયુર્વેદ શાખા દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ભવ્ય ઉજવણી
0 0
Read Time:2 Minute, 52 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ આયુર્વેદ શાખા દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ભવ્ય ઉજવણી

દાહોદ આયુર્વેદ શાખા દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ભવ્ય ઉજવણીજિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયાની અધ્યક્ષતા હેઠળ મેગા આયુર્વેદ-હોમિયોપેથી કેમ્પ યોજા

દાહોદ,નિયામકશ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (ગાંધીનગર) ના નિર્દેશાનુસાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દાહોદની પ્રેરણા અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬’ ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સંતકૃપા હોલ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયાની અધ્યક્ષતા હેઠળ મેગા આયુર્વેદ તેમજ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી સુધીર જોશીએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના મહત્વ તેમજ નિદાન-સારવાર કેમ્પ, IEC પ્રદર્શન અને ICDS વિભાગની યોજનાકીય માહિતી તથા THR પ્રદર્શન અંગે વિગતવાર માહિતી આપી હતી.કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા જૂની શરદી, ચામડીના રોગો, હાઈ બીપી, થાઈરોઈડ, એલર્જી, દમ-શ્વાસ, સાંધાનો વા (સંધિવા), એનીમિયા, સ્ત્રી રોગ તથા બાળ રોગોનું વિનામૂલ્યે સચોટ નિદાન કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૨૦ જેટલા યોગ ઇન્સ્ટ્રકટર્સ દ્વારા પ્રત્યક્ષ યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટએ કેમ્પના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ વિશે જાણકારી મેળવી હતી. તેમણે અંતરિયાળ વિસ્તારોમાં વધુ ને વધુ આવા કેમ્પો યોજવા પ્રેરણા આપી હતી અને આયુષ તથા ICDS ટીમની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને સમિતિ ચેરમેનશ્રીઓએ લોકોને આયુષ તથા યોગ ચિકિત્સાનો મહત્તમ લાભ લઈ દૈનિક જીવનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અપીલ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદના દેવગઢ બારિયા ઘટક–૨ માં ‘પોષણ માસ’ની ઉજવણી કરાઈ: THRમાંથી વાનગીઓ બનાવવાની આપી પ્રાયોગિક સમજ
0 0
Read Time:1 Minute, 54 Second

Nilu Dodiyar / devgadh Bariya

દેવગઢ બારિયા,દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ઘટક–૨ ખાતે આવેલા વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ માસ’ નિમિત્તે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રે માતાઓ અને બાળકોમાં પોષણનું મહત્વ સમજાવવાનો તથા કુપોષણ નાબૂદી માટે જાગૃતિ કેળવવાનો હતો.આ ઉજવણી દરમિયાન આંગણવાડીના લાભાર્થીઓને બાળ વિકાસ યોજના દ્વારા પૂરા પાડવામાં આવતા THR (ટેક હોમ રાશન)નો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો દ્વારા THR માંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવાની પ્રાયોગિક સમજુતી આપવામાં આવી હતી, જેથી મહિલાઓ ઘરે પણ બાળકો માટે પૌષ્ટિક આહાર તૈયાર કરી શકે.આ ઉપરાંત, સ્થળ પર ઉપસ્થિત તમામ સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને દૈનિક જીવનમાં સંતુલિત આહારનું મહત્વ, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ શાકભાજી અને ફળોના પોષણ મૂલ્યો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, સ્થાનિક મહિલાઓ અને લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજન “પૌષ્ટિક આહાર – સ્વસ્થ પરિવાર”ના મુખ્ય સૂત્ર સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

દાહોદના દેવગઢ બારિયા ઘટક–૨ માં ‘પોષણ માસ’ની ઉજવણી કરાઈ: THRમાંથી વાનગીઓ બનાવવાની આપી પ્રાયોગિક સમજ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદ જિલ્લા કક્ષા ગરબા રાસ સ્પર્ધા -૨૦૨૬
0 0
Read Time:2 Minute, 3 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ જિલ્લા કક્ષા ગરબા રાસ સ્પર્ધા -૨૦૨૬
{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરીત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્વારા સંચાલીત દર વર્ષની જેમ ચાલુ વર્ષે દાહોદ જિલ્લા કક્ષાની ગરબા રાસ સ્પર્ધાનુ આયોજન થનાર છે, જેમાં ગરબા (પ્રાચીન અને અર્વાચીન) સ્પર્ધામા ભાગ લેનાર બહેનોની વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૩૫ વર્ષ નુ રહેશે અને રાસમા ભાગ લેવા માંગતા કલાકારોનુ વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૪૦ વર્ષ નુ રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનીટનો રહેશે. રાસ તથા પ્રાચીન અને અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે અને સાથે સંગીત, ગાયન વગેરે માટે સહાયક ૪ વ્યક્તિ રાખી શકાશે. ભાગ લેવા માટે પોતાનુ અરજી ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ,સરવે ભવન,પ્રથમ માળ, કોંફરસન્સ રૂમ,છાપરી દાહોદ ખાતે થી મેળવી તા.૦૧/૧૦/૨૦૨૬ સુધીમા કચેરીમા જમા કરવાનુ રહેશે. વધુ માહીતી માટે શ્રી અશોકભાઈ પટેલીયા પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી (મો. ૯૪૨૮૭૮૦૬૬૫) પર સંપર્ક કરવાનો રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગરબાડા તાલુકાના ગાંગરડી-૧ માં સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ
0 0
Read Time:1 Minute, 26 Second

Nilu Dodiyar / Garbada

ગરબાડા તાલુકાના ગરબાડા ઘટક-૧ હેઠળ આવતી ગાંગરડી-૧ (સરાબલી) આંગણવાડી કેન્દ્રનું આજે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પક્ષ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધારિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ નીલાબેન દેહધા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ આમલીયાર, પ્રાંત અધિકારી શ્રી ડામોર, મામલતદાર શ્રી પુવાર, CDPO તથા સ્થાનિક સરપંચ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો દ્વારા ભૂલકાંઓને આંગળી પકડી નવીન આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર બહેનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ આધુનિક સુવિધાયુક્ત આંગણવાડી બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પૂરક પોષણ અને સર્વાંગી વિકાસ માટે પાયાનું માધ્યમ બનશે.કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, ગામના આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને બાળકો હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદ-ખરેડી GIDC રોડ 3 મહિનાથી ખોદાયેલો, કામગીરી અધૂરી રહેતા સ્થાનિકો હેરાન પરેશાન
0 0
Read Time:1 Minute, 33 Second

Nilu Dodiyar /Dahod Live

દાહોદ થી ખરેડી જીઆઇડીસી તરફ ના નવા રસ્તા નું કામ શરૂ થતાં ત્રણ મહિના થી રસ્તો ખોદી નાખ્યા બાદ આગળ ની કામગીરી ન થતાં સ્થાનિકો અને વાહનચાલકો હેરાન પરેશાનદાહોદ થી ખરેડી ખાતે આવેલી મેગા જીઆઈડીસી તરફ નો રસ્તો ખસતા હાલત માં થતાં લાંબા સમય બાદ નવીન રસ્તો મંજૂર થયો અને રસ્તા ની કામગીરી પણ શરૂ કરાઇ પરંતુ એક તરફ નો જૂનો રસ્તો ખોદી નાખ્યા ને ત્રણ મહિના થયા છ્તા આગળ ની કામગીરી શરૂ ન થતાં દેલસર વિસ્તાર માં ખોદેલા રસ્તા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા ખોદેલા રસ્તા માં પાણી નો ભરાવો થતાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતાઓ રહેલી છે ત્યારે દુકાનદારો ને પણ વેપાર માં મોટી અસર જોવા મળી રહી છે એક તરફ નો જ રસ્તો ચાલુ હોવાથી દિવસભર ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાય છે સ્થાનિકો એ કલેક્ટર સહિત જવાબદાર અધિકારીઓએ ને રજૂઆત કરવાછતા એજ સ્થિતિ છે સ્થાનિકો ની માંગ છે કે ભૂગર્ભ ગટર ની કામગીરી કરી તાત્કાલિક રસ્તા ની કામગીરી પૂર્ણ કરે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે

દાહોદ-ખરેડી GIDC રોડ 3 મહિનાથી ખોદાયેલો, કામગીરી અધૂરી રહેતા સ્થાનિકો હેરાન પરેશાન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદ જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત 22 સ્થળોએ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
1 0
Read Time:3 Minute, 29 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ, તા. 23 સપ્ટેમ્બર, 2026: ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ અને દેવગઢ બારીયા તેમજ જિલ્લાના 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ યોજાયેલા આ કેમ્પોમાં પદાધિકારીઓ, પંચાયતી રાજના સભ્યો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓ અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અંગેની શપથ લેવડાવવામાં આવ્યા હતા.સાથે જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાની બંને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ 5,680 જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. જેમાં ગાયનેક વિભાગ દ્વારા 728, પીડિયાટ્રિક વિભાગ દ્વારા 354 તથા ફિઝિશિયન દ્વારા 578 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 1,057 લાભાર્થીઓની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ, 331 લાભાર્થીઓની ઓરલ કેન્સર સ્ક્રીનિંગ, 250 લાભાર્થીઓની બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ તથા 200 લાભાર્થીઓની સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવી હતી.તેમજ 85 લાભાર્થીઓની આંખની તપાસ, 399 લાભાર્થીઓને રસીકરણ સેવા તથા 178 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમિયાન વિવિધ આરોગ્ય સેવાઓ સાથે રોગોના પ્રારંભિક નિદાન, સમયસર સારવાર તથા આરોગ્ય અંગેની જાગૃતિ માટે પણ લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના તબીબો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાયેલા આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પો દ્વારા દાહોદ જિલ્લાના નાગરિકોને તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ સ્થળે વિવિધ આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી સેવાઓ, રસીકરણ, ટીબી સ્ક્રીનિંગ તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શનનો લાભ મળ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
લીમખેડામાં 80 વર્ષ બાદ પણ સ્મશાનની સુવિધા નહીં, હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા લોકો મજબૂર
0 0
Read Time:7 Minute, 6 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ જીલ્લાના લીમખેડાથી એક અત્યંત સંવેદનશીલ અને તંત્રની પોલ ખોલતા સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે જીવતા માણસ માટે ઘર અને મર્યા પછી સ્મશાન એ પાયાની જરૂરિયાત છે, પરંતુ આઝાદીના 80 વર્ષ પછી પણ લીમખેડાના નાગરિકો માટે આ સુવિધા એક સ્વપ્ન સમાન બની ગઈ છે. લીમખેડા તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં, અહીં સ્મશાન ન હોવાથી અનેક સમાજના લોકો હડફ નદીના પટમાં લાચારીભરી સ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ સાંસદથી લઈને ધારાસભ્ય અને વહીવટી તંત્ર સુધી અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં, વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે. શોકાતુર પરિવારોને મૃતદેહ લઈને જવા માટે પાકો રસ્તો પણ ન મળવો એ વિકાસશીલ ગુજરાતમાં એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે લીમખેડાના લોકો આ પ્રાથમિક સુવિધા માટે દાયકાઓથી ટળવળી રહ્યા છે.લીમખેડા ગામ એ તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં આજે પણ ગ્રામજનો પાયાની સુવિધાઓથી વંચિત છે. સૌથી ગંભીર સમસ્યા સ્મશાનના અભાવની છે, જ્યાં અંતિમ સંસ્કાર માટે જ કોઈ વ્યવસ્થા નથી. પ્રજાપતિ અને આદિવાસી સમાજ સહિત અનેક લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. નદીના પથ્થરો વચ્ચે મૃતદેહને લઈ જવા લોકો માટે અત્યંત વેદનાદાયક સ્થિતિ છે. ચોમાસાની સીઝનમાં જ્યારે નદીમાં પાણી હોય છે, ત્યારે અંતિમ વિધિ કરવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. સ્મશાન સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો પણ ઉપલબ્ધ નથી, જેના કારણે શોકાતુર પરિવારોની મુશ્કેલીમાં વધારો થાય છે. સ્થાનિકો કહે છે કે, સ્વજનના અવસાન બાદ તેમનું છેલ્લું સન્માન જાળવવું પણ અહીં અઘરું બની ગયું છે. વહીવટી તંત્રની આવી ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર કેમ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે તે મોટો પ્રશ્ન છે. આઝાદીના 80 વર્ષ પછી પણ સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા ન મળવી એ તંત્રની મોટી નિષ્ફળતા છે.લીમખેડાના નાગરિકો છેલ્લા અનેક વર્ષોથી સ્મશાન બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે. લોકોએ અનેક વખત સ્થાનિક તંત્રના અધિકારીઓને આવેદનપત્રો આપ્યા છે, પરંતુ દરેક વખતે માત્ર આશ્વાસનો જ મળ્યા છે. સાંસદ હોય કે ધારાસભ્ય, દરેકને આ સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રજૂઆતો કરીને લોકો હવે થાકી ગયા છે, છતાં નેતાઓની આંખ ખુલતી નથી. જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ આ સમસ્યા ભુલાઈ જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે, વિકાસના કામો કાગળ પર તો ખૂબ દેખાય છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ છે. એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે અને બીજી તરફ અંતિમ સંસ્કાર માટે પણ સુવિધા નથી. તંત્રની આ નિષ્ક્રિયતા હવે સહન બહાર થઈ રહી છે અને લોકો હવે આંદોલનના મૂડમાં છે. જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ આ ગંભીર મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યા છે.સ્મશાનના અભાવે અંતિમ યાત્રામાં જોડાતા લોકોને નદીના ઉબડખાબડ રસ્તે લાકડાં અને મૃતદેહ લઈને પસાર થવું પડે છે. રસ્તો ન હોવાથી વાહનો પણ નદીના પટ સુધી પહોંચી શકતા નથી, જેના કારણે મૃતદેહને ભારે સંઘર્ષ સાથે લઈ જવો પડે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે નદી બે કાંઠે વહેતી હોય, ત્યારે અંતિમ વિધિ માટે લોકોને જીવના જોખમે કામ કરવું પડે છે. નદીના પટમાં યોગ્ય ઓટલા કે શેડ ન હોવાથી વરસાદમાં લાકડાં ભીના થઈ જાય છે અને વિધિ કરવામાં અતિશય હાલાકી ભોગવવી પડે છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે, પરંતુ સત્તાધીશોને આ સમસ્યા દેખાતી નથી. મૃત્યુ બાદ પણ આવી વરવી પરિસ્થિતિનો સામનો કરવો પડે એ આજના યુગમાં શરમજનક છે. રસ્તા અને સુવિધાઓના અભાવે અંતિમ સંસ્કાર વિધિમાં જે વિલંબ થાય છે, તે પરિવારો માટે આઘાતજનક છે. શું આ જ છે લીમખેડાનો વિકાસ? કે પછી અહીંના લોકોના દુઃખની કોઈ કિંમત જ નથી?લીમખેડાના જાગૃત નાગરિકો હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, હવે માત્ર કાગળ પર રજૂઆતો કરવાથી કંઈ નહીં થાય, હવે સીધા જવાબ માંગવાનો સમય આવી ગયો છે. ધારાસભ્ય અને સાંસદ પોતે અહીંની સમસ્યાઓથી પરિચિત હોવા છતાં કેમ કામગીરી કરતા નથી તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. તાત્કાલિક ધોરણે સ્મશાન અને ત્યાં સુધીનો પાકો રસ્તો બનાવવાની માંગ હવે જોર પકડી રહી છે. જો વહીવટી તંત્ર સમયસર જાગશે નહીં, તો સ્થાનિકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. લોકોની માંગ છે કે, હવે વચનો નહીં, પણ કામ જોઈએ છે. અંતિમ સંસ્કાર જેવી પવિત્ર વિધિ માટે આવી મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે સરકારે તાત્કાલિક બજેટ ફાળવીને કામ શરૂ કરવું જોઈએ. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ તંત્રની નૈતિક ફરજ છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે આ સંવેદનશીલ મુદ્દે ગંભીરતા દાખવે છે અને લોકોને ક્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદમાં વેપારીના એક્ટિવાના હુકમાંથી રૂ. 1.08 લાખની ચોરી: આસપાસ તપાસ કરવા છતાં પત્તો ન લાગતાં પોલીસ ફરિયાદ, પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
0 0
Read Time:2 Minute, 12 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ શહેરમાં ભરચક વિસ્તારમાંથી એક વેપારીના વાહનમાંથી રોકડ ભરેલી થેલીની ચોરી થઈ છે.ઠક્કર ફળિયામાં અનાજ-કરિયાણાનો વેપાર કરતા વેપારી મહેશ હરીનારાયણ અગ્રવાલની એક્ટિવા પર લટકાવેલી ₹1.08 લાખથી વધુની રોકડ ભરેલી થેલી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.દાહોદના અગ્રસેન ભવન સામે રહેતા 58 વર્ષીય વેપારી મહેશ હરીનારાયણ અગ્રવાલ ગત 22 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે પોતાના ઘરેથી એક્ટિવા (નંબર: GJ-20-AM-1069) લઈને નીકળ્યા હતા. તેઓ ગોદીરોડ જૂની પોલીસ ચોકી સામે આવેલી દિનેશભાઈ અગ્રવાલની દુકાને વેપાર માટે ગયા હતા અને ત્યાંથી રોકડા ₹1,08,400/- લીધા હતા.આ રોકડ રકમમાં 500, 200, 100 અને 50ના દરની નોટો હતી, જે તેમણે એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી. ત્યારબાદ રોકડ ભરેલી થેલી અને મોબાઈલ ફોનની થેલી બંને એક્ટિવાના આગળના હુકમાં લટકાવી તેઓ સવારે લગભગ 8:20 વાગ્યે ઠક્કર ફળિયા સ્થિત પોતાની દુકાને પહોંચ્યા હતા.દુકાન ખોલીને સામાન્ય સાફ-સફાઈ કર્યા પછી જ્યારે વેપારી વાહન પાસે થેલી લેવા આવ્યા, ત્યારે હુકમાં માત્ર મોબાઈલવાળી થેલી જ જોવા મળી હતી. ₹1,08,400/- ભરેલી પ્લાસ્ટિકની થેલી ગાયબ હતી.આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં, રોકડ રકમ ચોરી થઈ હોવાની ખાતરી થતાં તેમણે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %