દાહોદની કૃષિ ઈજનેરી પોલીટેકનિક ખાતે “સેવા સંકલ્પ અભિયાન–2026” ની ઉજવણી: વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ લીધા રાષ્ટ્રસેવાના શપથ
Views: 16Nilu Dodiyar / Dahod Live
દાહોદ,આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ ઈજનેરી પોલીટેકનિક, દાહોદ ખાતે “સેવા સંકલ્પ અભિયાન–2026” અંતર્ગત સેવા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને પ્રોત્સાહિત કરતો પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સેવાભાવ, સામાજિક ઉત્તરદાયિત્વ, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજની ભાવના મજબૂત કરવાનો હતો. ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપતાં જણાવવામાં આવ્યું હતું કે, સેવા એ માત્ર મદદ નથી પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અગત્યની જવાબદારી છે.આ પ્રસંગે કૃષિ ઈજનેરી પોલીટેકનિકના પ્રિન્સિપાલ ડૉ. એફ. જી. સૈયદ, એન.એસ.એસ. (NSS) ના આર. વી. ભાભોર, એન. ડી. પંડ્યા, એચ. આર. પરમાર અને ડૉ. કે. એલ. ડાભી સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામએ “સેવાનો સંકલ્પ, સમાજનો વિકાસ અને રાષ્ટ્રની પ્રગતિ” ના સંદેશ સાથે સમાજ અને રાષ્ટ્રના હિતમાં નિષ્ઠાપૂર્વક સેવા આપવાના શપથ ગ્રહણ કર્યા હતા.







