દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ શરૂ
0 0
Read Time:1 Minute, 23 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ શરૂ

દાહોદ,વર્ષ ૨૦૨૬-૨૭ માટે ટ્રેક્ટર ઘટકની સહાય યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા દાહોદ જિલ્લાના ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે.જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જણાવાયું છે કે, જિલ્લાના નિયત તાલુકાઓ માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ યોજનાનો લાભ દાહોદ જિલ્લાના સંજેલી,ધાનપુર,ફતેપુરા,સીંગવડ,ગરબાડા,ઝાલોદ,દાહોદ તાલુકાના તમામ ખેડૂત મિત્રો મેળવી શકશે.ખેડૂતો તા. ૧૬/૧૦/૨૦૨૬ થી તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.આથી,ઉપર દર્શાવેલ તાલુકાઓના તમામ પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને સમયમર્યાદામાં પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,જિલ્લા પંચાય -દાહોદઅનુરોધ કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ
0 0
Read Time:2 Minute, 57 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

તહેવારો પૂર્વે હોટલોની તપાસ કરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવા અને નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવા અપાઇ સૂચના

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી, તેમજ ચાલુ અને પૂર્ણ થયેલા વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.બેઠક દરમિયાન જિલ્લામાં રાશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા કરવામાં આવી જેમાં બાકી રહી ગયેલા રાશન કાર્ડ ધારકોની e-KYC ની કામગીરી ઝુંબેશરૂપે પૂર્ણ કરવા અને દરેક રાશન ધારકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે કોઈપણ વ્યક્તિ તેમાં બાકી રહી ન જાય તે મુજબ કામગીરી પૂર્ણ કરવી. તેમજ જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને શહેરની તમામ હોટલોના ખાદ્ય પદાર્થોની તપાસ કરવા તેમજ ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ જાય તેવા કિસ્સામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.આ ઉપરાંત, ‘પી.એમ. પોષણ’ યોજના હેઠળ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે, સમયસર અનાજનું વિતરણ, ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ નિયમિત દૂધ મળી રહે તે સુનિશ્ચિત કરવા શાળાના આચાર્યો પાસે રિપોર્ટ મંગાવવા સૂચના અપાઈ હતી. આ સાથે જિલ્લામાં ૧૮ અને ૧૯ વર્ષના યુવક યુવતીના નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા કામગીરી પૂર્ણ કરવા. તેમજ આરોગ્ય, પશુપાલન, ICDS અને શિક્ષણ વિભાગ માટે નવીન બાંધકામ અર્થે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વાહિવટદારશ્રી પ્રતીક જૈન, DRDA નિયામકશ્રી સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદના કતવારામાં કપડાંની દુકાનમાં ચોરી: CCTV કેમેરા તોડ્યા છતાં કેમેરામાં કેદ થયા તસ્કરો
0 0
Read Time:1 Minute, 58 Second

રિપોર્ટર / જયેશ ગારી કતવારા

દાહોદના કતવારામાં કપડાંની દુકાનમાં ચોરી: CCTV કેમેરા તોડ્યા છતાં કેમેરામાં કેદ થયા તસ્કરો

દાહોદ: દાહોદ જિલ્લાના કતવારા ગામે પેટ્રોલ પંપ નજીક આવેલી કપડાંની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગત રાત્રે તસ્કરોએ દુકાનને નિશાન બનાવી કપડાંની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ પકડાઈ જવાના ડરથી તસ્કરોએ દુકાનમાં લગાવેલા CCTV કેમેરા તોડી નાખ્યા હતા. જોકે, તસ્કરો કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.

પેટ્રોલ પંપ નજીકની દુકાનને તસ્કરોએ બનાવી નિશાન

મળતી માહિતી મુજબ, કતવારા ગામે પેટ્રોલ પંપ નજીક આવેલી કપડાંની દુકાનમાં ગત રાત્રે તસ્કરો ઘૂસ્યા હતા. દુકાનમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ કપડાંની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવાના ઇરાદે દુકાનમાં લગાવેલા CCTV કેમેરા તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.

CCTV કેમેરામાં કેદ થયા તસ્કરો

તસ્કરોએ CCTV કેમેરા તોડી નાખ્યા હોવા છતાં તેઓ કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. સવારે દુકાન માલિકને ચોરીની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

કતવારા પોલીસ દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં કતવારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોરીના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને ચોરીના બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લાના તાજા સમાચાર અને સ્થાનિક અપડેટ્સ માટે વાંચતા રહો દાહોદ લાઈવ ન્યૂઝ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સરકારી બોરડીના બચુભાઈ પરમાર શાકભાજીના રોપાના વેચાણ થકી વર્ષે રૂ. ૨૦ લાખની આવક મેળવી બન્યા સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ
0 0
Read Time:3 Minute, 49 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

સરકારી બોરડીના બચુભાઈ પરમાર શાકભાજીના રોપાના વેચાણ થકી વર્ષે રૂ. ૨૦ લાખની આવક મેળવી બન્યા સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ

દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના સરકારી બોરડી (બોરડી ખુર્દ) ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી બચુભાઈ પરમાર બાગાયત ક્ષેત્રે પોતાની મહેનત, અનુભવ અને સાહસના બળે સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી શાકભાજી તથા વિવિધ પ્રકારના છોડના ઉછેર અને વેચાણ સાથે સંકળાયેલા બચુભાઈ આજે રોપાઓના વેચાણ થકી વાર્ષિક અંદાજે રૂ. ૨૦ લાખની આવક મેળવી રહ્યા છે.શ્રી બચુભાઈ પરમાર પોતાની નર્સરીમાં ટામેટાં, મરચાં, રીંગણ, કોબીજ, ફ્લાવર, બ્રોકલી, સ્ટ્રોબેરી, ગલકાં અને કારેલાં સહિત વિવિધ શાકભાજીના રોપાઓ તૈયાર કરે છે. આ ઉપરાંત, તેઓ ગલગોટાના ફૂલો તેમજ વિવિધ ફળફળાદીના છોડનું પણ વેચાણ કરે છે. ઘરેથી જ રોપાઓ અને છોડના વેચાણની વ્યવસ્થા ઊભી કરીને તેમણે પોતાની આજીવિકાને નવી દિશા આપી છે.*પરંપરાગત ખેતીમાંથી નર્સરી વ્યવસાય તરફ સફળ સફર*બચુભાઈ પરમાર અગાઉ ખુલ્લા ખેતરમાં પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા. આ દરમિયાન રોપાઓના ઉછેરમાં મુશ્કેલીઓ, રોપાઓ સુકાઈ જવા અને ઉત્પાદન પાછળ થતો ખર્ચ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ બાગાયત વિભાગની સ્વરોજગાર નર્સરી યોજના અંતર્ગત મળેલી સહાય અને માર્ગદર્શનથી તેમણે નર્સરી વ્યવસાયને વધુ સુવ્યવસ્થિત બનાવ્યો.નર્સરીની સુવિધા ઉપલબ્ધ થતાં રોપાઓના ઉછેર અને સંભાળમાં સરળતા થઈ, જેના પરિણામે રોપાઓનો વિકાસ વધુ સારો બન્યો. આ પરિવર્તનથી તેમના વ્યવસાયને વેગ મળ્યો અને આવક વધારવામાં પણ મદદ મળી.*સરકારી સહાયથી સ્વરોજગારીને પ્રોત્સાહન*રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સ્વરોજગાર નર્સરી સ્થાપવા માટે શ્રી બચુભાઈ પરમારને રૂ. ૨.૬૦ લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. આ સહાય તેમના નર્સરી વ્યવસાયને આગળ વધારવામાં ઉપયોગી બની છે. સરકારી સહાય અને પોતાના પરિશ્રમના સમન્વયથી તેમણે ખેતીને માત્ર પરંપરાગત પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત ન રાખતાં તેને આવકના સક્ષમ સાધન તરીકે વિકસાવી છે.પોતાનો અનુભવ વ્યક્ત કરતાં શ્રી બચુભાઈ પરમાર જણાવે છે કે, “બાગાયત વિભાગ દ્વારા મળેલી આર્થિક સહાય અને માર્ગદર્શનના કારણે હું મારો નર્સરી વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકું છું. આ સહાયથી મને સ્વરોજગારીમાં આગળ વધવાની અને મારી આજીવિકા સુધારવાની તક મળી છે. મને સહયોગ આપવા બદલ હું સરકારશ્રી અને બાગાયત વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું.”શ્રી બચુભાઈ પરમારની સફળતા દર્શાવે છે કે, આધુનિક પદ્ધતિઓ, યોગ્ય માર્ગદર્શન, સરકારી યોજનાઓનો લાભ અને સતત મહેનતના સમન્વયથી બાગાયત ક્ષેત્રે સ્વરોજગારીની નવી તકો ઊભી કરી શકાય છે. તેમની આ સફર ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ અંગે આયોજન બેઠક યોજાઈ
0 0
Read Time:2 Minute, 9 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ અંગે આયોજન બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર કચેરી, દાહોદ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ના આગોતરા આયોજન તેમજ યોજનાકીય કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં યોજના અંતર્ગત જિલ્લાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ/રકમ અને તેના સુચારુ ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને આજીવિકા વધારવા માટે આપવામાં આવતા દુધાળા પશુઓ, બકરાં વિતરણ તેમજ સિંચાઈની સુવિધા માટે મંજૂર કરવામાં આવેલા વ્યક્તિગત કૂવાઓની તાલુકાવાર લાભાર્થી સંખ્યા અને રકમની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન આ યોજના અંતર્ગત હાથ ધરાયેલા વિવિધ વિકાસકામો પૈકી કેટલા કામો પૂર્ણ થયા છે, કેટલા કામો પ્રગતિ હેઠળ છે અને કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે તેની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સમયમર્યાદામાં તમામ મંજૂર કામો પૂર્ણ કરવા અને યોજનાનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, પ્રાયોજન વહીવટદારશ્રી પ્રતીક જૈન, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી, ડી.સી.એફ. મિતેષ પટેલ, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન
0 0
Read Time:2 Minute, 4 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

દાહોદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન

દાહોદ: ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ઝડપી નિદાન સુનિશ્ચિત કરવાના હેતુથી દાહોદ જિલ્લામાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુધિયા, ઢઢેલા, કતવારા, કદવાળ, મીરાખેડી, પેથાપુર, બલૈયા, અગાસવાણી અને જેસાવાડા ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.આ મશીનોની મદદથી ટીબીના શંકાસ્પદ દર્દીઓનું વહેલી તકે નિદાન કરવામાં સહાય મળશે, જેથી દર્દીઓને સમયસર સારવાર શરૂ કરી શકાય અને રોગના ફેલાવાને નિયંત્રિત કરવાની કામગીરીને વધુ અસરકારક બનાવી શકાય. આ સુવિધાથી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીના નિદાનની ક્ષમતા વધશે અને દર્દીઓને સ્થાનિક સ્તરે વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને જનજાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટીબી સામેની લડાઈમાં આરોગ્ય વિભાગની સાથે નાગરિકોનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. ટીબી હારેગા, દેશ જીતેગા!ચાલો, સૌના સહિયારા પ્રયાસોથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત દ્વારા બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
0 0
Read Time:1 Minute, 29 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત દ્વારા બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

દાહોદ,દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત દ્વારા લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આજે મમતા દિવસ નિમિત્તે પાણીયા ખાતે યોજાયેલા મમતા સેશનની મુલાકાત લઈ માતા અને બાળકને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ પાસેથી રસીકરણ સેવાઓ અંગેની માહિતી મેળવી, બાળકોને સમયસર અને સંપૂર્ણ રસીકરણ મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ માતા અને બાળકના સ્વાસ્થ્યની જાળવણી માટે આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તથા રસીકરણ દ્વારા વિવિધ ગંભીર રોગોથી રક્ષણ મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
મોટીખરજ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:2 Minute, 53 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

મોટીખરજ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

185 લાભાર્થીઓની OPD તપાસ, 99 આયુષ્માન કાર્ડ અને 134 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરાયું

દાહોદ: દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત દાહોદ તાલુકાના મોટીખરજ ખાતે આરોગ્ય સહિત વિવિધ સરકારી સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 185 લાભાર્થીઓની OPD તપાસ, 143 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 99 લાભાર્થીઓને લગતી કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત નમો શ્રી તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત 5 લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 134 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને પોષણના મહત્વ અંગે પણ લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 2 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે 5 ટીબીના લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, આયુષ્માન કાર્ડનો લાભ મેળવનારા 3 લાભાર્થીઓએ પોતાની સફળતાની કહાની  રજૂ કરી હતી. તેમણે યોજનાના માધ્યમથી મળેલી આરોગ્ય સેવાઓ અને તેના લાભ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.કાર્યક્રમમાં નગરાળાના તલાટી કમ મંત્રીશ્રીઓ, આરોગ્ય વિભાગના MPHW, FHW, CHO સહિતના કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્ય તપાસ, સરકારી યોજનાઓ, ટીબી સ્ક્રીનિંગ અને પોષણ સહાય જેવી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પહેલથી સરકારી સેવાઓનો લાભ સરળતાથી નાગરિકો સુધી પહોંચાડવા સાથે આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
મોટીખરજ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:2 Minute, 50 Second

NILU Dodiyar / Dahod Live

છાપરવડ EMRS ખાતે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જનરક્ષક (112) તાલીમ કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:2 Minute, 25 Second

Nilu Dodiyar / Dahod Live

છાપરવડ EMRS ખાતે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જનરક્ષક (112) તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,કલેક્ટર કચેરી દાહોદ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ અંતર્ગત ‘જનરક્ષક (112) સુવિધા અંગેની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આપત્તિ કે કટોકટીના સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ મેળવવા બાબતે જાગૃત કરવાનો હતો.તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આપાતકાલીન સેવા,પ્રાથમિક સારવાર,આગથી બચાવ જેવા અકસ્માત સમયે મદદ માટે 112 ઈમરજન્સી નંબરની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં 112 નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જરૂરી માહિતી ઈમરજન્સી સેવા સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિષ્ણાતો દ્વારા આપત્તિ સમયે ગભરાયા વિના સલામત રીતે પરિસ્થિતિનો સામનો કરવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર મદદ પહોંચાડવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ‘112 છે, તો આશા છે – દરેક માટે,દરેક સમયે!’**ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને ઈમરજન્સી સેવાઓ અંગે જાગૃતિ સાથેની માહિતી પૂરી પાડેલ હતી. આ તાલીમમાં શાળાના કુલ.૩૫૨ વિદ્યાર્થીઓ તથા ૨૦ સ્ટાફના સભ્યોએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર શ્રી જયેશકુમાર લુહાર,નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) શ્રી કે. કે. તડવી તથા નાયબ મામલતદાર (પૂર),સીંગવડ નાં શ્રી એચ. બી. હઠીલા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %