કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં યોજાયેલી કુટીર જ્યોતિ યોજના અંગેની બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઈ
Views: 10
0 0

Read Time:2 Minute, 3 Second

Nilu Dodiyar / Dahod Live

કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં યોજાયેલી કુટીર જ્યોતિ યોજના અંગેની બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઈ

કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં યોજાયેલી કુટીર જ્યોતિ યોજના અંગેની બેઠકમાં કામગીરીની સમીક્ષા કરાઈદાહોદ, તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬: દાહોદ જિલ્લામાં કુટીર જ્યોતિ યોજના અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે આજે જિલ્લા સેવા સદન, છાપરી-દાહોદ ખાતે જિલ્લા કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ જિલ્લામાં થયેલી કામગીરી, લાભાર્થીઓને મળતી વીજ જોડાણ સહિતની સુવિધાઓ તથા યોજનાના અમલીકરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, દાહોદ પ્રાંત અધિકારીશ્રી તેમજ MGVCLના કાર્યપાલક ઇજનેરશ્રી અને નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ સહિત સંબંધિત અન્ય અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમ થકી તાલુકા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને કુટીર જ્યોતિ યોજનાના અમલીકરણમાં જરૂરી સંકલન જાળવી, પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ સમયસર પહોંચે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. એ સાથે દૂધ સંજીવની યોજના અંગે પણ સમીક્ષા કરી યોજનાની પ્રગતિની નિયમિત સમીક્ષા કરવા પર ભાર મુક્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %