દેવગઢ બારીયાના અંતરિયાળ ફાંગીયા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Views: 16Nilu Dodiyar / Dahod Live
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ફાંગીયા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થળ પર જ વિવિધ સેવાઓ માટેની અરજીઓ સ્વીકારી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સરકારની સેવાઓ સરળતાથી તથા પારદર્શક રીતે મળી રહે તે માટે વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે દેવગઢ બારીયા પ્રાંત અધિકારીશ્રી, દેવગઢ બારીયા મામલતદારશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો-લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









