જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદ ખાતે NSS ના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
Views: 26
0 0

Read Time:1 Minute, 51 Second

Nili Dodiyar / Dahod Live

જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદ ખાતે NSS ના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

દાહોદ,જે. એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા NSS ના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મૌલિકભાઈ શ્રોત્રિયના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ તમામ સ્વયંસેવકોએ એકસૂરે NSS ધ્યેયગીતનું સામુહિક ગાન કર્યું હતું. ઉજવણીના ભાગરૂપે સ્વયંસેવકો દ્વારા”સેવા સંકલ્પ: પ્લાસ્ટિક મુક્ત ભારત” વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પર્યાવરણ જતન અને પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવા અંગે જાગરૂકતા ફેલાવાઈ હતી.આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને સંગઠનની ભાવના ખીલે તે માટે વ્યક્તિત્વ વિકાસની વિવિધ રમતો રમાડવામાં આવી હતી. સાથે જ વર્તમાન સમયના સાપ્રત વિષય “ટેકનોલોજી શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં” પર એક રસપ્રદ અને સંવાદત્મક ચર્ચાસત્રનું આયોજન પણ કરાયું હતું.આ પ્રસંગે શ્રી એ. એમ. વોરા, ડૉ. બી. આર. પરમાર, ડૉ. પ્રીતિ બારીયા, શ્રી અશ્વિન બારીયા, ડૉ. મિતેશ પંચાલ તેમજ કોલેજના ૯૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %