ગરબાડા તાલુકાના ભીલવા-૨ આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું
Views: 14Nilu Dodiyad / Dahod Live
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા ઘટક-૧ હેઠળ આવતી ભીલવા-૨ આંગણવાડી કેન્દ્રના નવીન મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જમીનદાતાશ્રી, ગરબાડા ઘટક-૧ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.નવીન આંગણવાડી કેન્દ્રના નિર્માણથી ગામના બાળકોને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણ અને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સુવિધા ઉપલબ્ધ થશે. આ કેન્દ્ર બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આંગણવાડી કેન્દ્રના નિર્માણથી સ્થાનિક બાળકો તેમજ તેમના વાલીઓને વધુ સારી સુવિધાઓ મળી રહેશે અને બાળ વિકાસની કામગીરીને વધુ વેગ મળશે.




