જાંબુવા પીએચસીના ગાંગરડા સબ સેન્ટર ખાતે પોર્ટેબલ એક્સ-રે દ્વારા 151 લોકોની ટીબી તપાસ
Views: 20Nilu Dodiyar / Dahod Live
100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જાંબુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગાંગરડા સબ સેન્ટર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટીબીના શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ કરી સમયસર તપાસ અને સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી પોર્ટેબલ એક્સ-રે મશીનની મદદથી સ્થળ પર જ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી.કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 151 લોકોના છાતીના એક્સ-રે કરી ટીબી અંગેની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત લાભાર્થીઓની વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.આ સાથે PM-JAY ડ્રાઇવ અંતર્ગત કુલ 38 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેથી લાભાર્થીઓને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે.આ કેમ્પની મુલાકાત જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડિયા દ્વારા લેવામાં આવી હતી. તેમણે પોર્ટેબલ એક્સ-રે કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પની કામગીરીમાં મેડિકલ ઓફિસર, પીએચસી સુપરવાઇઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), આશા ફેસિલિટેટર તથા આશા બહેનોએ સક્રિય સહયોગ આપ્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં પોર્ટેબલ એક્સ-રે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને ટીબીના સંભવિત કેસોની વહેલી ઓળખ, સમયસર નિદાન અને સારવાર સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ “ટીબી મુક્ત ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહી છે.










