ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક ૧ હેઠળ આવતી ગુલબાર -7 આંગણવાડી કેન્દ્ર નું કરાયું લોકાર્પણ
Views: 11
0 0

Read Time:1 Minute, 30 Second

Nilu Dodiyar /Dahod Live

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક ૧ હેઠળ આવતી ગુલબાર -7 આંગણવાડી કેન્દ્ર નું આજે તાલુકા પંચાયતના સભ્યશ્રી ,સરપંચશ્રી તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના નાના ભૂલકાંઓ તેમના વાલીઓ અને સગર્ભા ધાત્રી હાજર રહ્યાં હતા.આ આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડી આજે ગામના બાળકો ને પ્રાપ્ત થઈ છે. બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ ને વેગ મળશે તેમજ પૂરક પોષણ અને આરોગ્ય સેવાઓનું સુચારુ રૂપે અમલીકરણ થઈ શકશે. આમ, આ આંગણવાડી થકી બાળકોના સર્વાંગી વિકાસનો પાયો વિકસસે. આ પ્રસંગે આંગણ મિલન સેવા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત લાભાર્થીઓમાં THR વિતરણ કરવામાં આવ્યું તેમજ સગર્ભા, ધાત્રી કિશોરીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો સંદેશ આપવામાં આવ્યો, બાળકોમાં ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્વસ્થ બાળકોને ચિત્રપોથી તેમજ કલર ની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક ૧ હેઠળ આવતી ગુલબાર -7 આંગણવાડી કેન્દ્ર નું કરાયું લોકાર્પણ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %