ધાનપુરના લુખડિયા સ્થિત EMRS શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ યોજાઈ
Views: 12
0 0

Read Time:2 Minute, 6 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને વ્યવહારુ તાલીમ વ્યવહારુ તાલીમ આપવામાં આવી

દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડિયા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર (First Aid) વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્ર દરમિયાન શાળાના કુલ ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ તેમજ અચાનક આવી પડતી શારીરિક અકસ્માત કે બીમારીની સ્થિતિમાં કઈ રીતે તાત્કાલિક મદદ પહોંચાડવી તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ૧૦૮ અને આરોગ્ય ટીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટે પ્રાથમિક સારવારની વિવિધ તકનીકોનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) પ્રદર્શન કરીને તાલીમ આપવામાં આવી હતી. ઇમરજન્સી સમયે સમયસૂચકતા દાખવી ૧૦૮ સેવાનો તાત્કાલિક ઉપયોગ કેવી રીતે કરવો અને તબીબી સહાય પહોંચે ત્યાં સુધી ઇજાગ્રસ્તને કઈ રીતે મદદરૂપ થવું તે અંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાગૃત કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા ૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %