નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો
Views: 13અનિલસિંહ કાળુસિંહ જાદવ /દાહોદ લાઈવ

દાહોદ માં ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક-1 હેઠળ આવતી નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિજયભાઈ અમલીયારશ્રી તથા ઘટક-1ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને **THR (ટેક હોમ રેશન)**નું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર ખાતે સેવાભાવી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને કેળા તથા લાડુનું વિતરણ કરી તેમના આનંદમાં વધારો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ થકી આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલા બાળકો, લાભાર્થીઓ તથા મહિલાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ સેવાઓ અંગે પણ ઉપસ્થિત લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




