સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
0 0

Read Time:2 Minute, 35 Second

Nilu Dodiyar / Dahod Live

સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો197 લાભાર્થીઓની OPD તપાસ, 111 આયુષ્માન કાર્ડ અને 142 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ

દાહોદ: દાહોદ શહેરના સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 197 લાભાર્થીઓની OPD તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 162 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર તથા બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 111 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. તેમજ નમો શ્રી અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ 03 લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 142 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગથી બચવા માટેની સાવચેતી અંગે નાગરિકોને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા દાહોદ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અર્બન-1ના મેડિકલ ઓફિસરશ્રી સહિત સમગ્ર આરોગ્ય સ્ટાફે ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. ‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આરોગ્ય તપાસ, આયુષ્માન કાર્ડ, મહિલા અને બાળલક્ષી યોજનાઓ તેમજ ટીબી સ્ક્રીનિંગ જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદમાં કુદરતનો અદ્ભુત કરિશ્મા! બે મોઢા અને ચાર આંખોવાળું દુર્લભ સાપનું બચ્ચું મળ્યું
0 0

Read Time:2 Minute, 26 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદમાં કુદરતનો અદ્ભુત કરિશ્મા! બે મોઢા અને ચાર આંખોવાળું દુર્લભ સાપનું બચ્ચું મળ્યું
Snake Rescue: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા અત્યંત દુર્લભ બે મોઢાવાળા સાપના બચ્ચાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ સાપને જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા મુજબ, સમગ્ર ભારતમાં આ પ્રકારનો પાંચમો અને ગુજરાતમાં પ્રથમ બે મોઢાવાળો સાપ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યુંમળતી માહિતી પ્રમાણે, ધાનપુર તાલુકામાં સાપનું બચ્ચું મળી આવતાં સ્થાનિકોએ પ્રકૃતિ મિત્ર મંડળનો સંપર્ક કર્યો હતો. ટીમે સ્થળ પર પહોંચી સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. સાપને જોતા તેના શરીર સાથે બે માથાં અને ચાર આંખો જોવા મળે છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ સાપ બિનઝેરી હોવાનું સામે આવ્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા અનુસાર, સાપનું બચ્ચું આશરે છ મહિનાનું હોવાનું અનુમાન છે. હાલમાં તેને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યું છે, જ્યાં તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

અત્યંત દુર્લભ માનવામાં આવેઆ પ્રકારની શારીરિક રચના સામાન્ય સાપની સરખામણીએ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. બે માથાં ધરાવતા સાપને વૈજ્ઞાનિક રીતે બાઇસેફેલી (Bicephaly) જેવી જન્મજાત અસામાન્યતા સાથે જોડવામાં આવે છે. જોકે, આ ચોક્કસ સાપની પ્રજાતિ અને તેની સ્થિતિ અંગે નિષ્ણાત અથવા વનવિભાગ દ્વારા વધુ તપાસ બાદ જ સ્પષ્ટ માહિતી મળી શકે છે. હાલ વનવિભાગના માર્ગદર્શન હેઠળ આ દુર્લભ સાપને આગળ ક્યાં અને કેવી રીતે રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. સાપના રેસ્ક્યૂની વાત સામે આવતા સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લામાં સુખસર ખાતે યોગ ટ્રેનર એક્ઝામ યોજાઇ
0 0

Read Time:1 Minute, 48 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લામાં સુખસર ખાતે યોગ ટ્રેનર એક્ઝામ યોજાઇ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ના ખુબ ઉત્સાહિત, પ્રેરણાસ્ત્રોત માર્ગદર્શક ચેરમેને શ્રી આદરણીય યોગ સેવક શિશપાલ જી સાહેબ નાં માર્ગદર્શન દ્વારા તેમજ ઝોન કો ઓર્ડીનેટર શ્રીમતી પિન્કીબેન સલાહ મુજબ દાહોદ જિલ્લાના સુખસર તાલુકામા નૂતન વિદ્યાલય સુખસર ખાતે યોગ ટ્રેનર ભાઇ બહેનો ની વાયવા અને પ્રેક્ટીકલની એક્ઝામ લેવામાં આવી. જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઇ પારગી તેમજ યોગ કોચ શંકરભાઇ કટારા તેમજ મોટી સંખ્યામાં યોગ ટ્રેનર ભાઇ બહેનોએ ભાગ લીધો હતો અને શાંતિપૂર્ણ રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રોટોકોલ મુજબ વાયવા અને પ્રેક્ટીકલ ની એક્ઝામ પૂર્ણ કરવામાં આવી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ચેરમેન આદરણીય યોગ સેવક શ્રી શિશપાલ જી સાહેબના માર્ગદર્શન મા દરેક ગામડા સુધી અને ઘર સુધી યોગ ને પહોચાડવા માટે યોગ કોચ દ્વારા ટ્રેનર ભાઇ બહેનો ને ટ્રેનિંગ આપી ને તૈયાર કરવમાં આવે છે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદ ઘટક–૪ના રેંટિયા–૨ આંગણવાડી કેન્દ્ર ખાતે “આંગણ ઉત્સવ” કાર્યક્રમ યોજાયો
0 0

Read Time:1 Minute, 57 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

દાહોદ ઘટક–૪ના રેંટિયા–૨ આંગણવાડી કેન્દ્ર ખાતે “આંગણ ઉત્સવ” કાર્યક્રમ યોજાયો

દાહોદ ઘટક–૪ અંતર્ગત આવેલ રેંટિયા–૨ આંગણવાડી કેન્દ્ર ખાતે “આંગણ ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. સુધીર જોશી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો માટે આયોજિત વિવિધ શૈક્ષણિક, સર્જનાત્મક અને પોષણલક્ષી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકો સાથે સંવાદ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૩૦ આંગણવાડી કાર્યકર બહેનો તથા ૩૦ તેડાગર બહેનો, એમ કુલ ૬૦ બહેનોનું સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન દ્વારા આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમમાં દાહોદ ઘટક–૪ના સીડીપીઓશ્રી રીટાબેન ભાભોર, મુખ્ય સેવિકા શ્રી જીજ્ઞાસાબેન પટેલ, NNM શ્રી પ્રદીપભાઈ રાઠોડ તથા બ્લોક ન્યુટ્રિશન મેનેજર શ્રી પ્રિયાંશુ બારીઆ ઉપસ્થિત રહ્યા હતા. આંગણ ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાહોદ ઘટક–૪ના આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ધાનપુરના લુખડિયા સ્થિત EMRS શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ યોજાઈ
0 0

Read Time:2 Minute, 6 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને વ્યવહારુ તાલીમ વ્યવહારુ તાલીમ આપવામાં આવી

દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડિયા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર (First Aid) વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્ર દરમિયાન શાળાના કુલ ૩૫૨ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના સભ્યોને કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ તેમજ અચાનક આવી પડતી શારીરિક અકસ્માત કે બીમારીની સ્થિતિમાં કઈ રીતે તાત્કાલિક મદદ પહોંચાડવી તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ૧૦૮ અને આરોગ્ય ટીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દી કે ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટે પ્રાથમિક સારવારની વિવિધ તકનીકોનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) પ્રદર્શન કરીને તાલીમ આપવામાં આવી હતી. ઇમરજન્સી સમયે સમયસૂચકતા દાખવી ૧૦૮ સેવાનો તાત્કાલિક ઉપયોગ કેવી રીતે કરવો અને તબીબી સહાય પહોંચે ત્યાં સુધી ઇજાગ્રસ્તને કઈ રીતે મદદરૂપ થવું તે અંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાગૃત કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા ૧૦૮ ટીમ અને આરોગ્ય વિભાગની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો
0 0

Read Time:1 Minute, 38 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ /દાહોદ લાઈવ

નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો

દાહોદ માં ગરબાડા તાલુકાની ગરબાડા ઘટક-1 હેઠળ આવતી નળવાઈ-3 આંગણવાડી કેન્દ્ર ખાતે દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિજયભાઈ અમલીયારશ્રી તથા ઘટક-1ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને **THR (ટેક હોમ રેશન)**નું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર ખાતે સેવાભાવી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને કેળા તથા લાડુનું વિતરણ કરી તેમના આનંદમાં વધારો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ થકી આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલા બાળકો, લાભાર્થીઓ તથા મહિલાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ સેવાઓ અંગે પણ ઉપસ્થિત લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રેંટિયા ગામે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળો યોજાયો
0 0

Read Time:1 Minute, 45 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

રેંટિયા ગામે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળો યોજાયો

દાહોદ, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬: દાહોદ તાલુકાના રેંટિયા ગામે આજે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલકોને તેમના પશુઓના આરોગ્ય અંગે જરૂરી સારવાર અને માર્ગદર્શન સ્થાનિક સ્તરે મળી રહે તે હેતુથી યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ પશુપાલકો સાથે સંવાદ કરી પશુ આરોગ્યની જાળવણી તેમજ પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી દાહોદ, મામલતદારશ્રી દાહોદ, તાલુકા વિકાસ અધિકારીશ્રી દાહોદ, રેંટિયા ગામના સરપંચશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ પશુ આરોગ્ય મેળાથી રેંટિયા તથા આસપાસના વિસ્તારના પશુપાલકોને પશુ આરોગ્ય સંબંધિત સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મળી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લીમખેડા તાલુકાના કથોળિયા ખાતે ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’ યોજાયો, ગ્રામજનોને સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો
0 0

Read Time:1 Minute, 45 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

લીમખેડા તાલુકાના કથોળિયા ખાતે ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’ યોજાયો, ગ્રામજનોને સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો

દાહોદ,ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે પહોંચાડવાના ઉદ્દેશ્યથી લીમખેડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કથોલિયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૧’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કથોલિયા, પોલીસીમાળ, ટૂંટાઘાટી, વલુંડી, ખડદા, ચાટકી, જાદા ખેરિયા, કંબોઈ અને ચિલાકોટા ગામના અરજદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાઓનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારી લાભોનું વિતરણ કરાયું હતું, ઉપરાંત   આધારકાર્ડ નોંધણી અને સુધારા, રેશનકાર્ડ ઈ-કેવાયસી, ઈ-ધરા અને એટીવીટી શાખાને લગતા દાખલાઓ જેવાં કે જાતિ અને આવકના પ્રમાણપત્રો સ્થળ પર જ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજ સુરક્ષા શાખાની યોજનાઓ (વૃદ્ધ તથા વિધવા સહાય), પી.એમ. કિસાન સન્માન નિધિ ઈ-કેવાયસી, આરોગ્ય સેવાઓ, બસ પાસ અને નમોશ્રી યોજના સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકા વહીવટી તંત્રના આ પ્રજાભિમુખ અભિગમથી ગ્રામજનોના સરકારી કામો સરળતાથી અને સ્થળ પર જ ઉકેલાતા સ્થાનિક લોકોમાં ભારે સંતોષની લાગણી જોવા મળી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નશાબંધી સપ્તાહ – ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા લીમખેડાની નાની વાવ પ્રાથમિક શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
0 0

Read Time:2 Minute, 2 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

દાહોદસામાજિક જાગૃતિ લાવવાના અને સ્વસ્થ સમાજ નિર્માણના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત નાની વાવ પ્રાથમિક શાળા ખાતે ‘નશાબંધી સપ્તાહ – ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા આયોજિત આ ‘નશાબંધી અને વ્યસનમુક્તિ’ જાગૃતિ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ ગ્રામજનો મળીને આશરે ૩૫૦ જેટલા લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ નશાના લીધે થતા શારીરિક, માનસિક અને આર્થિક દુષ્પરિણામો વિશે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકોમાં નાનપણથી જ વ્યસનમુક્તિ પ્રત્યે સંસ્કાર સીંચાય તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કળા દ્વારા વ્યસનમુક્તિનો સચોટ સંદેશ વહેતો કર્યો હતો. કાર્યક્રમના સમાપન સમયે ઉપસ્થિત તમામ ૩૫૦ સહભાગીઓએ પોતાના જીવનમાં ક્યારેય નશો ન કરવા અને સમાજમાંથી નશાની બદીને જડમૂળથી દૂર કરવા માટેના દ્રઢ સંકલ્પ સાથે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગ્રામીણ વિસ્તારમાં વ્યસનમુક્તિનો વ્યાપક સંદેશ પહોંચાડવા માટેનો આ પ્રશંસનીય પ્રયાસ ખૂબ સફળ રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

છાબ તળાવ, દાહોદ ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે લોકાર્પણ
0 0

Read Time:1 Minute, 57 Second

અનિલસિંહ કાળુસિંહ જાદવ / દાહોદ લાઈવ

છાબ તળાવ, દાહોદ ખાતે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે લોકાર્પણ

દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા તેમજ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખેત પેદાશોને યોગ્ય બજાર અને ગ્રાહકો સુધી સીધી પહોંચ મળી રહે તે હેતુસર છાબ તળાવ, દાહોદ ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્રના માધ્યમથી સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, કઠોળ, શાકભાજી, ફળો તથા અન્ય ખેત પેદાશોનું સીધું વેચાણ કરી શકાશે. જેના પરિણામે ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળવાની સાથે નાગરિકોને પણ ગુણવત્તાસભર અને પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા, રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઘટાડવા તથા જમીનની ફળદ્રુપતા જાળવવા અનુરોધ કર્યો હતો. સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોના વેચાણ માટે આવા કેન્દ્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %