દાહોદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન
0 0
Read Time:2 Minute, 4 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

દાહોદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન

દાહોદ: ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ઝડપી નિદાન સુનિશ્ચિત કરવાના હેતુથી દાહોદ જિલ્લામાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુધિયા, ઢઢેલા, કતવારા, કદવાળ, મીરાખેડી, પેથાપુર, બલૈયા, અગાસવાણી અને જેસાવાડા ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.આ મશીનોની મદદથી ટીબીના શંકાસ્પદ દર્દીઓનું વહેલી તકે નિદાન કરવામાં સહાય મળશે, જેથી દર્દીઓને સમયસર સારવાર શરૂ કરી શકાય અને રોગના ફેલાવાને નિયંત્રિત કરવાની કામગીરીને વધુ અસરકારક બનાવી શકાય. આ સુવિધાથી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીના નિદાનની ક્ષમતા વધશે અને દર્દીઓને સ્થાનિક સ્તરે વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને જનજાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટીબી સામેની લડાઈમાં આરોગ્ય વિભાગની સાથે નાગરિકોનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. ટીબી હારેગા, દેશ જીતેગા!ચાલો, સૌના સહિયારા પ્રયાસોથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત દ્વારા બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
0 0
Read Time:1 Minute, 29 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત દ્વારા બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

દાહોદ,દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત દ્વારા લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આજે મમતા દિવસ નિમિત્તે પાણીયા ખાતે યોજાયેલા મમતા સેશનની મુલાકાત લઈ માતા અને બાળકને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ પાસેથી રસીકરણ સેવાઓ અંગેની માહિતી મેળવી, બાળકોને સમયસર અને સંપૂર્ણ રસીકરણ મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ માતા અને બાળકના સ્વાસ્થ્યની જાળવણી માટે આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તથા રસીકરણ દ્વારા વિવિધ ગંભીર રોગોથી રક્ષણ મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %