સરકારી બોરડીના બચુભાઈ પરમાર શાકભાજીના રોપાના વેચાણ થકી વર્ષે રૂ. ૨૦ લાખની આવક મેળવી બન્યા સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ
0 0
Read Time:3 Minute, 49 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

સરકારી બોરડીના બચુભાઈ પરમાર શાકભાજીના રોપાના વેચાણ થકી વર્ષે રૂ. ૨૦ લાખની આવક મેળવી બન્યા સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ

દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના સરકારી બોરડી (બોરડી ખુર્દ) ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી બચુભાઈ પરમાર બાગાયત ક્ષેત્રે પોતાની મહેનત, અનુભવ અને સાહસના બળે સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી શાકભાજી તથા વિવિધ પ્રકારના છોડના ઉછેર અને વેચાણ સાથે સંકળાયેલા બચુભાઈ આજે રોપાઓના વેચાણ થકી વાર્ષિક અંદાજે રૂ. ૨૦ લાખની આવક મેળવી રહ્યા છે.શ્રી બચુભાઈ પરમાર પોતાની નર્સરીમાં ટામેટાં, મરચાં, રીંગણ, કોબીજ, ફ્લાવર, બ્રોકલી, સ્ટ્રોબેરી, ગલકાં અને કારેલાં સહિત વિવિધ શાકભાજીના રોપાઓ તૈયાર કરે છે. આ ઉપરાંત, તેઓ ગલગોટાના ફૂલો તેમજ વિવિધ ફળફળાદીના છોડનું પણ વેચાણ કરે છે. ઘરેથી જ રોપાઓ અને છોડના વેચાણની વ્યવસ્થા ઊભી કરીને તેમણે પોતાની આજીવિકાને નવી દિશા આપી છે.*પરંપરાગત ખેતીમાંથી નર્સરી વ્યવસાય તરફ સફળ સફર*બચુભાઈ પરમાર અગાઉ ખુલ્લા ખેતરમાં પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા. આ દરમિયાન રોપાઓના ઉછેરમાં મુશ્કેલીઓ, રોપાઓ સુકાઈ જવા અને ઉત્પાદન પાછળ થતો ખર્ચ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ બાગાયત વિભાગની સ્વરોજગાર નર્સરી યોજના અંતર્ગત મળેલી સહાય અને માર્ગદર્શનથી તેમણે નર્સરી વ્યવસાયને વધુ સુવ્યવસ્થિત બનાવ્યો.નર્સરીની સુવિધા ઉપલબ્ધ થતાં રોપાઓના ઉછેર અને સંભાળમાં સરળતા થઈ, જેના પરિણામે રોપાઓનો વિકાસ વધુ સારો બન્યો. આ પરિવર્તનથી તેમના વ્યવસાયને વેગ મળ્યો અને આવક વધારવામાં પણ મદદ મળી.*સરકારી સહાયથી સ્વરોજગારીને પ્રોત્સાહન*રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સ્વરોજગાર નર્સરી સ્થાપવા માટે શ્રી બચુભાઈ પરમારને રૂ. ૨.૬૦ લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. આ સહાય તેમના નર્સરી વ્યવસાયને આગળ વધારવામાં ઉપયોગી બની છે. સરકારી સહાય અને પોતાના પરિશ્રમના સમન્વયથી તેમણે ખેતીને માત્ર પરંપરાગત પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત ન રાખતાં તેને આવકના સક્ષમ સાધન તરીકે વિકસાવી છે.પોતાનો અનુભવ વ્યક્ત કરતાં શ્રી બચુભાઈ પરમાર જણાવે છે કે, “બાગાયત વિભાગ દ્વારા મળેલી આર્થિક સહાય અને માર્ગદર્શનના કારણે હું મારો નર્સરી વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકું છું. આ સહાયથી મને સ્વરોજગારીમાં આગળ વધવાની અને મારી આજીવિકા સુધારવાની તક મળી છે. મને સહયોગ આપવા બદલ હું સરકારશ્રી અને બાગાયત વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું.”શ્રી બચુભાઈ પરમારની સફળતા દર્શાવે છે કે, આધુનિક પદ્ધતિઓ, યોગ્ય માર્ગદર્શન, સરકારી યોજનાઓનો લાભ અને સતત મહેનતના સમન્વયથી બાગાયત ક્ષેત્રે સ્વરોજગારીની નવી તકો ઊભી કરી શકાય છે. તેમની આ સફર ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ અંગે આયોજન બેઠક યોજાઈ
0 0
Read Time:2 Minute, 9 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ અંગે આયોજન બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર કચેરી, દાહોદ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ના આગોતરા આયોજન તેમજ યોજનાકીય કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં યોજના અંતર્ગત જિલ્લાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ/રકમ અને તેના સુચારુ ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને આજીવિકા વધારવા માટે આપવામાં આવતા દુધાળા પશુઓ, બકરાં વિતરણ તેમજ સિંચાઈની સુવિધા માટે મંજૂર કરવામાં આવેલા વ્યક્તિગત કૂવાઓની તાલુકાવાર લાભાર્થી સંખ્યા અને રકમની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન આ યોજના અંતર્ગત હાથ ધરાયેલા વિવિધ વિકાસકામો પૈકી કેટલા કામો પૂર્ણ થયા છે, કેટલા કામો પ્રગતિ હેઠળ છે અને કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે તેની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સમયમર્યાદામાં તમામ મંજૂર કામો પૂર્ણ કરવા અને યોજનાનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, પ્રાયોજન વહીવટદારશ્રી પ્રતીક જૈન, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી, ડી.સી.એફ. મિતેષ પટેલ, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %