દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ શરૂ
0 0
Read Time:1 Minute, 23 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ શરૂ

દાહોદ,વર્ષ ૨૦૨૬-૨૭ માટે ટ્રેક્ટર ઘટકની સહાય યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા દાહોદ જિલ્લાના ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે.જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જણાવાયું છે કે, જિલ્લાના નિયત તાલુકાઓ માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ યોજનાનો લાભ દાહોદ જિલ્લાના સંજેલી,ધાનપુર,ફતેપુરા,સીંગવડ,ગરબાડા,ઝાલોદ,દાહોદ તાલુકાના તમામ ખેડૂત મિત્રો મેળવી શકશે.ખેડૂતો તા. ૧૬/૧૦/૨૦૨૬ થી તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધીમાં ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.આથી,ઉપર દર્શાવેલ તાલુકાઓના તમામ પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને સમયમર્યાદામાં પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,જિલ્લા પંચાય -દાહોદઅનુરોધ કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ
0 0
Read Time:2 Minute, 57 Second

નીલુ ડોડીયાર / દાહોદ લાઈવ

જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

તહેવારો પૂર્વે હોટલોની તપાસ કરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવા અને નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવા અપાઇ સૂચના

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી, તેમજ ચાલુ અને પૂર્ણ થયેલા વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.બેઠક દરમિયાન જિલ્લામાં રાશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા કરવામાં આવી જેમાં બાકી રહી ગયેલા રાશન કાર્ડ ધારકોની e-KYC ની કામગીરી ઝુંબેશરૂપે પૂર્ણ કરવા અને દરેક રાશન ધારકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે કોઈપણ વ્યક્તિ તેમાં બાકી રહી ન જાય તે મુજબ કામગીરી પૂર્ણ કરવી. તેમજ જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને શહેરની તમામ હોટલોના ખાદ્ય પદાર્થોની તપાસ કરવા તેમજ ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ જાય તેવા કિસ્સામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.આ ઉપરાંત, ‘પી.એમ. પોષણ’ યોજના હેઠળ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે, સમયસર અનાજનું વિતરણ, ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ નિયમિત દૂધ મળી રહે તે સુનિશ્ચિત કરવા શાળાના આચાર્યો પાસે રિપોર્ટ મંગાવવા સૂચના અપાઈ હતી. આ સાથે જિલ્લામાં ૧૮ અને ૧૯ વર્ષના યુવક યુવતીના નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા કામગીરી પૂર્ણ કરવા. તેમજ આરોગ્ય, પશુપાલન, ICDS અને શિક્ષણ વિભાગ માટે નવીન બાંધકામ અર્થે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વાહિવટદારશ્રી પ્રતીક જૈન, DRDA નિયામકશ્રી સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %