છાપરવડ EMRS ખાતે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જનરક્ષક (112) તાલીમ કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:2 Minute, 25 Second

Nilu Dodiyar / Dahod Live

છાપરવડ EMRS ખાતે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જનરક્ષક (112) તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,કલેક્ટર કચેરી દાહોદ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ અંતર્ગત ‘જનરક્ષક (112) સુવિધા અંગેની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આપત્તિ કે કટોકટીના સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ મેળવવા બાબતે જાગૃત કરવાનો હતો.તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આપાતકાલીન સેવા,પ્રાથમિક સારવાર,આગથી બચાવ જેવા અકસ્માત સમયે મદદ માટે 112 ઈમરજન્સી નંબરની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં 112 નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જરૂરી માહિતી ઈમરજન્સી સેવા સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિષ્ણાતો દ્વારા આપત્તિ સમયે ગભરાયા વિના સલામત રીતે પરિસ્થિતિનો સામનો કરવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર મદદ પહોંચાડવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ‘112 છે, તો આશા છે – દરેક માટે,દરેક સમયે!’**ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને ઈમરજન્સી સેવાઓ અંગે જાગૃતિ સાથેની માહિતી પૂરી પાડેલ હતી. આ તાલીમમાં શાળાના કુલ.૩૫૨ વિદ્યાર્થીઓ તથા ૨૦ સ્ટાફના સભ્યોએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર શ્રી જયેશકુમાર લુહાર,નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) શ્રી કે. કે. તડવી તથા નાયબ મામલતદાર (પૂર),સીંગવડ નાં શ્રી એચ. બી. હઠીલા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
0 0
Read Time:2 Minute, 35 Second

Nilu Dodiyar / Dahod Live

સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો197 લાભાર્થીઓની OPD તપાસ, 111 આયુષ્માન કાર્ડ અને 142 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ

દાહોદ: દાહોદ શહેરના સંત કૃપા ભવન, પડાવ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 197 લાભાર્થીઓની OPD તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 162 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર તથા બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 111 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. તેમજ નમો શ્રી અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ 03 લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 142 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગથી બચવા માટેની સાવચેતી અંગે નાગરિકોને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા દાહોદ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અર્બન-1ના મેડિકલ ઓફિસરશ્રી સહિત સમગ્ર આરોગ્ય સ્ટાફે ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. ‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આરોગ્ય તપાસ, આયુષ્માન કાર્ડ, મહિલા અને બાળલક્ષી યોજનાઓ તેમજ ટીબી સ્ક્રીનિંગ જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દાહોદમાં કુદરતનો અદ્ભુત કરિશ્મા! બે મોઢા અને ચાર આંખોવાળું દુર્લભ સાપનું બચ્ચું મળ્યું
0 0
Read Time:2 Minute, 26 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદમાં કુદરતનો અદ્ભુત કરિશ્મા! બે મોઢા અને ચાર આંખોવાળું દુર્લભ સાપનું બચ્ચું મળ્યું
Snake Rescue: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા અત્યંત દુર્લભ બે મોઢાવાળા સાપના બચ્ચાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ સાપને જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા મુજબ, સમગ્ર ભારતમાં આ પ્રકારનો પાંચમો અને ગુજરાતમાં પ્રથમ બે મોઢાવાળો સાપ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યુંમળતી માહિતી પ્રમાણે, ધાનપુર તાલુકામાં સાપનું બચ્ચું મળી આવતાં સ્થાનિકોએ પ્રકૃતિ મિત્ર મંડળનો સંપર્ક કર્યો હતો. ટીમે સ્થળ પર પહોંચી સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. સાપને જોતા તેના શરીર સાથે બે માથાં અને ચાર આંખો જોવા મળે છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ સાપ બિનઝેરી હોવાનું સામે આવ્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા અનુસાર, સાપનું બચ્ચું આશરે છ મહિનાનું હોવાનું અનુમાન છે. હાલમાં તેને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યું છે, જ્યાં તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

અત્યંત દુર્લભ માનવામાં આવેઆ પ્રકારની શારીરિક રચના સામાન્ય સાપની સરખામણીએ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. બે માથાં ધરાવતા સાપને વૈજ્ઞાનિક રીતે બાઇસેફેલી (Bicephaly) જેવી જન્મજાત અસામાન્યતા સાથે જોડવામાં આવે છે. જોકે, આ ચોક્કસ સાપની પ્રજાતિ અને તેની સ્થિતિ અંગે નિષ્ણાત અથવા વનવિભાગ દ્વારા વધુ તપાસ બાદ જ સ્પષ્ટ માહિતી મળી શકે છે. હાલ વનવિભાગના માર્ગદર્શન હેઠળ આ દુર્લભ સાપને આગળ ક્યાં અને કેવી રીતે રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. સાપના રેસ્ક્યૂની વાત સામે આવતા સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %