દાહોદમાં કુદરતનો અદ્ભુત કરિશ્મા! બે મોઢા અને ચાર આંખોવાળું દુર્લભ સાપનું બચ્ચું મળ્યું
Views: 60Nilu Dodiyar / Dahod Live

સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યુંમળતી માહિતી પ્રમાણે, ધાનપુર તાલુકામાં સાપનું બચ્ચું મળી આવતાં સ્થાનિકોએ પ્રકૃતિ મિત્ર મંડળનો સંપર્ક કર્યો હતો. ટીમે સ્થળ પર પહોંચી સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. સાપને જોતા તેના શરીર સાથે બે માથાં અને ચાર આંખો જોવા મળે છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ સાપ બિનઝેરી હોવાનું સામે આવ્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા અનુસાર, સાપનું બચ્ચું આશરે છ મહિનાનું હોવાનું અનુમાન છે. હાલમાં તેને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યું છે, જ્યાં તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.
અત્યંત દુર્લભ માનવામાં આવેઆ પ્રકારની શારીરિક રચના સામાન્ય સાપની સરખામણીએ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. બે માથાં ધરાવતા સાપને વૈજ્ઞાનિક રીતે બાઇસેફેલી (Bicephaly) જેવી જન્મજાત અસામાન્યતા સાથે જોડવામાં આવે છે. જોકે, આ ચોક્કસ સાપની પ્રજાતિ અને તેની સ્થિતિ અંગે નિષ્ણાત અથવા વનવિભાગ દ્વારા વધુ તપાસ બાદ જ સ્પષ્ટ માહિતી મળી શકે છે. હાલ વનવિભાગના માર્ગદર્શન હેઠળ આ દુર્લભ સાપને આગળ ક્યાં અને કેવી રીતે રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. સાપના રેસ્ક્યૂની વાત સામે આવતા સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.







