દાહોદમાં વેપારીના એક્ટિવાના હુકમાંથી રૂ. 1.08 લાખની ચોરી: આસપાસ તપાસ કરવા છતાં પત્તો ન લાગતાં પોલીસ ફરિયાદ, પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
Views: 32
0 0

Read Time:2 Minute, 12 Second

Nilu Dodiyar / Dahod Live

દાહોદ શહેરમાં ભરચક વિસ્તારમાંથી એક વેપારીના વાહનમાંથી રોકડ ભરેલી થેલીની ચોરી થઈ છે.ઠક્કર ફળિયામાં અનાજ-કરિયાણાનો વેપાર કરતા વેપારી મહેશ હરીનારાયણ અગ્રવાલની એક્ટિવા પર લટકાવેલી ₹1.08 લાખથી વધુની રોકડ ભરેલી થેલી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.દાહોદના અગ્રસેન ભવન સામે રહેતા 58 વર્ષીય વેપારી મહેશ હરીનારાયણ અગ્રવાલ ગત 22 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે પોતાના ઘરેથી એક્ટિવા (નંબર: GJ-20-AM-1069) લઈને નીકળ્યા હતા. તેઓ ગોદીરોડ જૂની પોલીસ ચોકી સામે આવેલી દિનેશભાઈ અગ્રવાલની દુકાને વેપાર માટે ગયા હતા અને ત્યાંથી રોકડા ₹1,08,400/- લીધા હતા.આ રોકડ રકમમાં 500, 200, 100 અને 50ના દરની નોટો હતી, જે તેમણે એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી. ત્યારબાદ રોકડ ભરેલી થેલી અને મોબાઈલ ફોનની થેલી બંને એક્ટિવાના આગળના હુકમાં લટકાવી તેઓ સવારે લગભગ 8:20 વાગ્યે ઠક્કર ફળિયા સ્થિત પોતાની દુકાને પહોંચ્યા હતા.દુકાન ખોલીને સામાન્ય સાફ-સફાઈ કર્યા પછી જ્યારે વેપારી વાહન પાસે થેલી લેવા આવ્યા, ત્યારે હુકમાં માત્ર મોબાઈલવાળી થેલી જ જોવા મળી હતી. ₹1,08,400/- ભરેલી પ્લાસ્ટિકની થેલી ગાયબ હતી.આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં, રોકડ રકમ ચોરી થઈ હોવાની ખાતરી થતાં તેમણે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %