દાહોદ આયુર્વેદ શાખા દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ભવ્ય ઉજવણી
Views: 18Nilu Dodiyar / Dahod Live




દાહોદ આયુર્વેદ શાખા દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ભવ્ય ઉજવણીજિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયાની અધ્યક્ષતા હેઠળ મેગા આયુર્વેદ-હોમિયોપેથી કેમ્પ યોજા
દાહોદ,નિયામકશ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (ગાંધીનગર) ના નિર્દેશાનુસાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દાહોદની પ્રેરણા અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬’ ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સંતકૃપા હોલ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયાની અધ્યક્ષતા હેઠળ મેગા આયુર્વેદ તેમજ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી સુધીર જોશીએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના મહત્વ તેમજ નિદાન-સારવાર કેમ્પ, IEC પ્રદર્શન અને ICDS વિભાગની યોજનાકીય માહિતી તથા THR પ્રદર્શન અંગે વિગતવાર માહિતી આપી હતી.કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા જૂની શરદી, ચામડીના રોગો, હાઈ બીપી, થાઈરોઈડ, એલર્જી, દમ-શ્વાસ, સાંધાનો વા (સંધિવા), એનીમિયા, સ્ત્રી રોગ તથા બાળ રોગોનું વિનામૂલ્યે સચોટ નિદાન કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૨૦ જેટલા યોગ ઇન્સ્ટ્રકટર્સ દ્વારા પ્રત્યક્ષ યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટએ કેમ્પના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ વિશે જાણકારી મેળવી હતી. તેમણે અંતરિયાળ વિસ્તારોમાં વધુ ને વધુ આવા કેમ્પો યોજવા પ્રેરણા આપી હતી અને આયુષ તથા ICDS ટીમની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને સમિતિ ચેરમેનશ્રીઓએ લોકોને આયુષ તથા યોગ ચિકિત્સાનો મહત્તમ લાભ લઈ દૈનિક જીવનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અપીલ કરી હતી.


