દાહોદના દેવગઢ બારિયા ઘટક–૨ માં ‘પોષણ માસ’ની ઉજવણી કરાઈ: THRમાંથી વાનગીઓ બનાવવાની આપી પ્રાયોગિક સમજ
Views: 19
0 0

Read Time:1 Minute, 54 Second

Nilu Dodiyar / devgadh Bariya

દેવગઢ બારિયા,દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ઘટક–૨ ખાતે આવેલા વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ માસ’ નિમિત્તે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રે માતાઓ અને બાળકોમાં પોષણનું મહત્વ સમજાવવાનો તથા કુપોષણ નાબૂદી માટે જાગૃતિ કેળવવાનો હતો.આ ઉજવણી દરમિયાન આંગણવાડીના લાભાર્થીઓને બાળ વિકાસ યોજના દ્વારા પૂરા પાડવામાં આવતા THR (ટેક હોમ રાશન)નો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો દ્વારા THR માંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવાની પ્રાયોગિક સમજુતી આપવામાં આવી હતી, જેથી મહિલાઓ ઘરે પણ બાળકો માટે પૌષ્ટિક આહાર તૈયાર કરી શકે.આ ઉપરાંત, સ્થળ પર ઉપસ્થિત તમામ સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને દૈનિક જીવનમાં સંતુલિત આહારનું મહત્વ, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ શાકભાજી અને ફળોના પોષણ મૂલ્યો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, સ્થાનિક મહિલાઓ અને લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજન “પૌષ્ટિક આહાર – સ્વસ્થ પરિવાર”ના મુખ્ય સૂત્ર સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

દાહોદના દેવગઢ બારિયા ઘટક–૨ માં ‘પોષણ માસ’ની ઉજવણી કરાઈ: THRમાંથી વાનગીઓ બનાવવાની આપી પ્રાયોગિક સમજ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %