દેવગઢ બારીઆ તાલુકામાં “સેવા સેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમ-૨૦૨૬” યોજાયો
Views: 24
1 0

Read Time:2 Minute, 17 Second

Nilu Dodiyar

દાહોદ : દેવગઢ બારીઆ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આયોજિત “સેવા સેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમ-૨૦૨૬” અંતર્ગત દેવગઢ બારીઆ તાલુકામાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના સેવા સ્ટોલ દ્વારા ગ્રામજનોને સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાત્ર લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો તથા યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ અંગે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો.સદર કેમ્પમાં ડાયાબિટી, બ્લડ પ્રેશરની તપાસણી કરવામાં આવી તથા વિવિધ યોજના અને વિવિધ રોગો વિશે કેમ્પમાં જાણકારી આપી દવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ કેમ્પ યોજાવામા આવ્યો.તેમજ હાજર રહેલ પદાધિકારીશ્રીઓ દ્વારા ગૌ માતા પૂજનનું પૂજન કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી જશોદાબેન રાઠવા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી કિરીટભાઈ રાઠવા, તાલુકા પંચાયત સભ્યશ્રી અરુણાબેન નાયક, મામલતદારશ્રી દેવગઢ બારીઆ તેમજ સંબંધિત ગામના સરપંચશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર મળી રહે તે રહ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %