“સેવા સંકલ્પ અભિયાન- સ્વચ્છતા એ જ સેવા- ૨૦૨૬
Views: 28
1 0

Read Time:2 Minute, 47 Second

Nilu Dodiyar / Dahod Live

વિશ્રામગૃહ દાહોદ જિલ્લા સેવા સદન દાહોદ માર્ગ અને મકાન વિભાગ ની કચેરી દાહોદ,ઝાલોદ વિશ્રામ ગૃહ, લીમખેડા વિશ્રામગૃહ અને લીમખેડા માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું

દાહોદ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા થી રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશ સહિત જિલ્લામાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત “સેવા મારું યોગદાન” ની ૨૫ પ્રવૃત્તિઓ પૈકી સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત આજરોજ દાહોદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લા સેવા સદન દાહોદ,માર્ગ અને મકાન વિભાગની કચેરી દાહોદ, વિશ્રામ ગૃહ દાહોદ,વિશ્રામગૃહ લીમખેડા વિશ્રામગૃહ ઝાલોદ અને માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગની કચેરી લીમખેડા ખાતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની કચેરી દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન યોજાયું હતું.“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ની કચેરી દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ પરિસર જાળવવાના હેતુથી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત જિલ્લા સેવા સદન દાહોદ ઝાલોદ વિશ્રામગૃહ,માર્ગ અને મકાન વિભાગની કચેરી દાહોદ,વિશ્રામગૃહ દાહોદ,વિશ્રામ ગૃહ લીમખેડા અને માર્ગ અને મકાન વિભાગ પેટા કચેરી લોમખેડા ખાતે સમગ્ર પરિસર, કચેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. પરિસરમાં એકત્રિત થયેલ કચરો, બિનજરૂરી સામગ્રી તથા ઝાડ-ઝાંખરા દૂર કરી પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યુ હતું. “સ્વચ્છ પરિસર ના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારી સુ શ્રી હિમાનીબેન શાહ સહિત કચેરીના કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

“સેવા સંકલ્પ અભિયાન- સ્વચ્છતા એ જ સેવા- ૨૦૨૬
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %