દાહોદમાં ગરબાડા તાલુકાના ભરસડા ખાતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયો
Views: 15Nilu Dodiyar / Dahod
દાહોદમાં ગરબાડા તાલુકાના ભરસડા ખાતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયોવિવિધ સરકારી યોજનાઓનો લાભ અને સેવાઓ ગ્રામજનોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ
દાહોદ, તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા ગામે હિંગળાજ માતાજી મંદિરના પરિસરમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેમજ નાગરિકોને સરકારી સેવાઓ ઘરઆંગણે સરળતાથી ઉપલબ્ધ બને તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.ગરબાડા તાલુકા પંચાયત દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન ભાજપ પ્રમુખશ્રી સ્નેહલ ધરીયા, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ સહિત અન્ય મહાનુભાવો-પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ભરસડા, ગાંગરડી, દાદુર, ભે, મીનાક્યાર, ભૂતરડી, પાટીયાઝોલ, નવાવાઈ અને ચાંદલા સહિતનાં ગામોના નાગરિકોએ ભાગ લીધો હતો.સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી વિભાગો દ્વારા એક જ સ્થળે નાગરિકોને સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન તેમજ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ દરમિયાન આધારકાર્ડ સંબંધિત કામગીરી, રેશનકાર્ડને લગતી સેવાઓ, આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યલક્ષી સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ તથા અન્ય સરકારી યોજનાઓ અંગે નાગરિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સેવાસેતુ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વહીવટને વધુ પારદર્શક, સરળ અને લોકાભિમુખ બનાવી સરકારી સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે પહોંચાડવાનો છે. સાથે સાંસદશ્રીએ લાભાર્થીઓને લાભ વિતરણ કરી વિવિધ વિભાગીય સ્ટોલની મુલાકાત લઇ નિરીક્ષણ કરવા સાથે જરૂરી સૂચનાઓ આપી હતી.આ કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના એક જ સ્થળેથી જરૂરી સેવાઓ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.કાર્યક્રમમાં તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


